Thursday, April 20, 2023

CS માટેના ટ્રેનિંગ પ્લેસમેન્ટ પ્રોગ્રામનું 22મીએ આયોજન | Training Placement Program for CS organized on 22nd | Times Of Ahmedabad

અમદાવાદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પસંદગી પામનારને 15 હજાર સ્ટાઇપેન્ડ મળશે

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરિસ ઓફ ઇન્ડિયા, (આઈસીએસઆઈ)અમદાવાદ ચેપ્ટરે 22 એપ્રિલે ટ્રેનિંગ પ્લેસમેન્ટ ડ્રાઇવ પ્રોગ્રામનું આયોજન હાથ ધર્યું છે. એક દિવસ માટેના આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પસંદગી પામેલા સીએસ એક્ઝિક્યુટિવ ઉમેદવારોને વાર્ષિક 15 હજાર સુધીનું સ્ટાઇપેન્ડ અપાશે.

સીએસ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ચેપ્ટર અલય વસાવડાએ જણાવ્યું કે, ‘એક દિવસ માટેના આ કાર્યક્રમમાં 15થી વધુ વિવિધ ખાનગી અગ્રણી કંપનીઓ અને પ્રેક્ટિસિંગ સીએસ ફર્મના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને 21 મહિનાની ઇન્ટર્નશિપ માટે પસંદગી કરશે. છેલ્લાં પાંચ કરતાં વધુ વર્ષોથી સીએસ ઈન્સ્ટિટ્યૂટ-અમદાવાદ ચેપ્ટર દ્વારા આ મેનેજમેન્ટ ટ્રેની પ્રોગ્રામની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સીએસ ઇન્સ્ટિટટ્યૂટમાં પ્રથમ તબક્કામાં કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (સીસેટ)ના આધારે પ્રવેશ અપાય છેે. તે પછીથી બીજા તબક્કામાં એક્ઝિયુટિવ પ્રોગ્રામની પરીક્ષા લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: