મહિસાગર (લુણાવાડા)3 કલાક પહેલા
- કૉપી લિંક
રાજસ્થાનના ગલીયાકોટ ખાતે દાઉદી વ્હોરા સમાજનું ધર્મસ્થાન આવેલું છે. જ્યાં તેઓના 53માં ધર્મગુરુ સૈયદના આલીકદર મુફ્ફદલ સૈફુદીન એ 25 દિવસ સુધી ત્યાં રહી અને બંદગી કર્યા બાદ તેઓ મુંબઈ તરફ જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે એની જાણ લુણાવાડામાં વસતા વ્હોરા સમાજને થતા વ્હોરા સમાજના સ્ત્રી પુરુષો સહિત વૃદ્ધો અને બાળકો લુણાવાડા શહેર ખાતેના ચારકોશીયા નાકા મોડાસા હાઇવે રોડ ખાતે પહોંચ્યા હતા. ઉનાળાની ગરમી અને બપોરનો સમય હતો. તેમ છતાં પણ પોતાના ધર્મ ગુરુને એક નજરથી નિહાળવા માટે રોડ ઉપર કતારો લાગી હતી. એટલા વૃદ્ધ અને અશક્ત લોકો પણ વ્હીલચેરમાં પણ ધર્મગુરુના દીદાર માટે આવ્યા હતા. તો કેટલાક લોકો ધોમધખતા તાપથી બચવા માટે છત્રી લઈને ઉભા હતા.

વ્હોરા સમાજની ત્રણ વ્યવસ્થા ટીમ શબબુલ ઇદ ઇઝ ઝહાબી, તોલોબા ઉલ કુલિયાતુલ મુમેનુન અને બુરહાની ગાર્ડ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જ્યારે લુણાવાડા નગર પાલિકા દ્વારા પણ ગરમીને ધ્યાને લઇ માર્ગ ઉપર ટેન્કર વડે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું. ધર્મગુરુ લુણાવાડામાં પ્રવેશતા તેમના અનુયાયીઓની ભીડને જોઈને તેમને પોતાના વાહનને ધીમી ગતિએ પસાર કરી અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે વ્હોરા સમાજના લોકો દ્વારા તેમના વાહન પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ધર્મગુરૂના દીદાર સમગ્ર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. દીદારથી ભાવવિભોર થયેલા અલી સાયકલ વાળાએ જણાવ્યું હતું કે, આજે અમારા ધર્મગુરુના દિદારથી અમારા સમાજમાં 25 રોજે ઇદ થઈ ગઈ હોય તેવો માહોલ છે.




