- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Outrage Among Hindu Organizations Over Slaughter Of Two Roktok Cows In Chowk Bazar Area Of Surat, DCB And PCB Handed Over Probe
સુરત16 કલાક પહેલા
- કૉપી લિંક
ગૌહત્યા મામલામાં હવે ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી મુખ્ય આરોપી અલ્તાફને ઝડપી પાડવા માટે સક્રિય થઈ
સુરતમાં ચોક બજાર વિસ્તારમાં ઘણી વખત ખાટકીઓ દ્વારા ગૌવંશને કાપવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતી હતી. ગઈકાલે પોલીસને સાથે રાખીને જે રેડ કરવામાં આવી હતી તેમાં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. મોટા પ્રમાણમાં પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે, ગૌવંશના માંસને ડ્રમમાં ભરી રાખવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને DCB અને PCBને તપાસ સોંપાઇ છે.
DCB અને PCB અલ્તાફને શોધવા સક્રિય
ચોક બજાર વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નોનવેજનું વેચાણ થતું હોય છે. નોનવેજ બનાવનાર અને વેચનારાઓ ચોક બજાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અને મહિધરપુરા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં છે. ગેરકાયદેસર રીતે ગૌવાંશોને લાવીને તેમને ખાટકીઓ દ્વારા કાપવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે. ગઈકાલે જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં મુખ્ય આરોપી અલ્તાફ પુઠ્ઠાવાલા અને અન્ય તેના સાગરિતોને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી કામે લાગી છે.
અલ્તાફ અગાઉ પણ ગૌવંશના કતલ માટે જાણીતો
અલ્તાફ છેલ્લા ઘણા વર્ષોથી ગૌવંશની કતલ કરવા માટે કુખ્યાત છે. ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચીને સંપત્તિ પણ એકત્રિત કરી છે. ગેરકાયદેસર ધંધો કરતો અલ્તાફ અગાઉ પણ જેલભેગો થયો હતો. પરંતુ તે ફરી બહાર આવીને બેરોકટોક રીતે ગૌવંશની હત્યા કરતો રહે છે. તેની સાથે એક આખી ટીમ આ વિસ્તારમાં ખૂબ જ સક્રિય છે. જે ગેરકાયદેસર રીતે ગૌવંશોને અન્ય શહેરો અને રાજ્યોમાંથી સુરતમાં લાવે છે. આ પ્રકારનું કૃત્ય છેલ્લા ઘણા સમયથી તે કરે છે. પરંતુ જાણે તેને કાયદાનો ડર ન હોય તે રીતે સતત ગૌવંશની હત્યા કરતો રહે છે અને તેનાથી તે પોતાનો ધંધો ચલાવતો રહે છે.
અલ્તાફ પુઠ્ઠાવાલા નાસવામાં સફળ
ગૌવશની કતલ કરનાર અલ્તાફ પુઠ્ઠાવાલા પોલીસને હાથ તાળી દઈને ભાગવામાં સફળ રહ્યો છે. ગઈકાલે પણ એક સંસ્થા અને સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. અલ્તાફ ગૌવંશની કતલ કરતો હોવાથી પોતાના બે માળના મકાનના નીચે ભોઇતળિયામાં ખૂબ મોટા પ્રમાણમાં ગૌમાંસ એકત્રિત કરી રાખ્યું હતું અને ત્યાં એક ઓટલો બનાવ્યો હતો તે ઓટલા ઉપર જ તે કતલ કરતો હતો. ઓટલાની નજીકમાં જ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે, ત્યાંથી જ તે ગૌવંશની કતલ કરીને ત્યાંથી ગંદો ભાગ નિકાલ કરી દેતો.
ઉત્તરપ્રદેશ મોડેલને ગુજરાતમાં લાગુ કરો: બજરંગ દળ
દક્ષિણ ગુજરાતના બજરંગ દળના પ્રમુખ કમલેશ કાયડાએ જણાવ્યું કે, ચોક બજાર વિસ્તારમાં આ પ્રકારે એક ચોક્કસ વર્ગ હંમેશા ગૌવંશ કતલ કરતું હોય છે. અલ્તાફ વિશે જાણવા મળ્યું છે કે, ભૂતકાળમાં પણ તે ગૌવંશ કતલ કરવાના ગુનામાં ઝડપાયો હતો. અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે, જે રીતે ગેરકાયદેસર કતલખાના ઉત્તરપ્રદેશમાં ચાલી રહ્યા હતા તેમને બંધ કરાવવામાં આવ્યા છે. તેમજ અસામાજિક તત્વોને સબક શીખડાવવા માટે તેમના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યા છે, એવી જ રીતે અલ્તાફ જેવા વ્યક્તિના મકાન પર બુલડોઝર ફેરવવાની જરૂરિયાત છે. આગામી દિવસોમાં જો તેની સામે પૂર્વકના પગલાં નહીં લેવાય તો બજરંગ દળ પોતે રેડ કરીને ગૌવંશને કતલ થતી રોકશે.
FSLના રિપોર્ટની જોવાતી રાહ: પોલીસ
અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. અસુરાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અલ્તાફના ઘરે રેડ કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ડ્રમમાં માંસ ભરેલું જણાય આવ્યું હતું. પશુ ચિકિત્સકને ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા, તેમનું કહેવાનું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ જે મોટા પ્રમાણમાં માંસ મળી આવ્યું હતું તે ગૌવંશનું હોવાની પૂરેપૂરી શક્યતા છે. છતાં પણ એફએસએલની ટીમને બોલાવી હતી. અઠવા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે, તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીએ પણ મુખ્ય આરોપી અલ્તાફ અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.