Thursday, April 6, 2023

મોરબીમાં ત્રણ ટેન્કરનો સોદો કરી ટોકન આપી પેમેન્ટ ના ચુકવ્યું; બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ | Dealing with three tankers in Morbi, giving tokens and not paying; A police complaint was registered against two persons | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Dealing With Three Tankers In Morbi, Giving Tokens And Not Paying; A Police Complaint Was Registered Against Two Persons

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરમાં ગાડીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન સાથે ત્રણ ટેન્કરનો સોદો કરવાનું કહીને 51 હજારનું ટોકન આપ્યું હતું. ત્યારબાદ બે ઇસમોએ ત્રણ ટેન્કરનો સોદો કરી લખાણ કરાવી કાગળો લઈને બાદમાં પેમેન્ટ ના ચૂકવી 36.99 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના સામાકાંઠે સૂર્યકીર્તિનગર સોસાયટીમાં રહેતા હસમુખ હુંબલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે 20 વર્ષથી ટ્રક ટેન્કરનો ધંધો કરતા હતા અને પોતાના 4 ટેન્કર છે. જેના ટેન્કર જામનગર રિલાયન્સ કંપનીમાં ચાલતા હોય અને કચ્છમાં લોડાઈ ખાતે ગુરુદ્વારા આવેલો છે. જ્યાં આવતા જતા હોવાથી દેવા ઉર્ફે બાબુ પંડકને ઓળખતા હતા. હસમુખ હુંબલ પાસે રહેલા ટેન્કર વેચવાના હતા, જેથી છએક મહિના પહેલા દેવાને વાત કરી હતી. જેથી દેવા એ કહ્યું ટેન્કર ગાડીઓ એક ભાઈને લેવાની છે. કહીને દેવા ઉર્ફે બાબુ કોઈ ભુરા દાના મોરીને લાવ્યા હતા અને ગાડીઓ જોયા બાદ ટેન્કર ગમે છે. જેથી ત્રણેય ગાડીઓ પોતે લેવાની છે તેમ કહીને એક ગાડીના રૂ. 12.50 લાખ નક્કી કર્યા હતા.

જેમાં 6.51 લાખ રોકડા આપવાનું નક્કી કર્યું હતું અને ત્રણેય ગાડીનો સોદો કરી તા. 01/11/2022ના રોજ દેવા અને ભુરા મોરી મોરબી આવ્યા હતા. 6.51 લાખ એડવાન્સ આપવાના અને બાકીના રૂપિયા લોન થયા બાદ 45 દિવસમાં ચૂકવી આપવાનું નક્કી કર્યું હતું અને ફરિયાદી હસમુખ અને તેના ભાઈ પ્રદીપની 3 ગાડીઓ ભુરાને લેવાની હતી. જેથી એક લખાણ કરેલા જે બંને પક્ષોએ નોટરાઈડ કરાવેલ અને ત્રણેય ગાડીઓનો કબજો જામનગર ખાતેથી બારોબાર ભુરાને સોંપી દીધો હતો.

ત્યારે તમામ અસલ કાગળો અને ટીટીઓ ફોર્મમાં સહી કરી ભુરા અને બાબુ પર વિશ્વાસ રાખીને સોંપી દીધા હતા. એક મહિના પછી એડવાન્સ આપવાના હતા. જે પૈકીના રૂ. 51,000 ખાતામાં નાખ્યા હતા અને પૈસા માટે ભુરાને અનેક વખત કહેવા છત ખોટા બહાના બતાવતા હતા. જેથી દેવાને વાત કરતા તેઓ પણ બહાના બનાવતા હતા. આમ આરોપી દેવા ઉર્ફે બાબુ સારીગ પંડક રહે જામનગર અને ભુરા દાના મોરી એ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ત્રણ ટેન્કર લીધા હતા. જેના બાકી નીકળતા રૂ. 36.99 લાખ નહિ આપી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.