الثلاثاء، 4 أبريل 2023

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલીસ્તાનની માગ કરી, કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું- ચૂંટણીને ધ્યાનમાં રાખી વસાવા નિવેદન કરી રહ્યા છે | Dedyapada MLA Chaitar Vasava demanded a separate Bhilistan, Congress MLA Anant Patel said- Vasava is making a statement keeping in mind the elections. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Dedyapada MLA Chaitar Vasava Demanded A Separate Bhilistan, Congress MLA Anant Patel Said Vasava Is Making A Statement Keeping In Mind The Elections.

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગની વાત કરતા જ રાજકારણ ગરમાયું છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વોટ બેંક ઉભી કરવા માટે આવા પ્રકારની વાતો કહી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે જે હલ કરવા જોઈએ, ગુજરાતમાં જળ જંગલ જમીન રોજગારીના પ્રશ્નોથી આદિવાસી સમાજ લડી રહ્યો છે. તેવામાં આવા પ્રકારનું નિવેદનને વાંસદા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે રાજકીય ગણાવ્યું છે.

ચૈતર વસાવા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીને આદિવાસી સમાજના નેતાઓ સાથે બેઠક કરશે અને અલગ ભીલ પ્રદેશ ઊભું કરવા અભિયાન હાથ ધરશે આદિવાસી સમાજને બંધારણીય રીતે જે હક મળ્યા છે તેના આધારે અલગ ભીલ પ્રદેશ હોવો જોઈએ. તેવી વાત ચૈતર વસાવા એ કરી છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક વડાઓ સાથે બેઠક કરી આ અંગે નિર્ણય કરવામાં આવશે તેવી વાત ચૈતર વસાવાએ કરી છે.

આદિવાસી સંસ્કૃતિ ઉપર અતિક્રમણ થઈ રહ્યું હોવાની વાત કહી આદિવાસી સમાજને એક અલગ પ્રદેશ મળવો જોઈએ તેને લઈને એક અભિયાનની શરૂઆત ધારાસભ્ય કરશે જેને લઈને ચર્ચાઓનો દોર પણ શરૂ થયો છે. તો બીજી તરફ નવસારી જિલ્લામાં આવેલી વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલે સમગ્ર વાતનું ખંડન કર્યું છે અને ગુજરાતના આદિવાસી સમાજની સમસ્યા હલ કરવા માટે ધારાસભ્યએ પ્રયત્ન કરવા જોઈએ તેવી શીખ પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.