કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક

ઉનાળાની શરૂઆત સાથેજ પાણી પ્રશ્ને પ્રજા પરેશાની ભોગવતી હોવાની ફરિયાદો વિવિધ સ્થળેથી સામે આવી રહી છે. એક તરફ પાણીની તંગી શરૂ થઈ છે તો બીજી તરફ નખત્રાણાથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર ભુજ ધોરીમાર્ગ નજીક નર્મદાનું પાણી વહન કરતી GWILLની પાણીની પાઇપ લાઈનના એરવાલ્વમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાળ સર્જાયુ હોવાનું પસાર થતા લોકોને દેખાઈ રહ્યું છે. એરવાલ્વમાં લિકેજના કારણે મહામુલું પાણી ધોધરૂપી વહી રહ્યું છે. પીવાના પાણીના અવિરત વેડફાટથી લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ પ્રશ્ને તાકીદે નિવારણ લાવી પાણી, વહેતુ પાણી અટકાવાય એવી માગ ઉઠી છે.

પાણીનો વેડફાટ થતો હોવાનું જાણી લોકોએ નિવારણ લાવવા માંગ કરી
આ મામલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવાથી નખત્રાણા ભુજ ધોરીમાર્ગ પર વચ્ચે આવતા પાણીના એરવાલ્વમાં લિકેજના કારણે પાણી વહી રહ્યું છે. એક તબક્કે તંત્ર દ્વારા પશુ પક્ષી માટે મોટું મન રાખી વાલ્વ ખુલ્લા કરાયા હોવાનું માની ઘટનાને નજરઅંદાજ કરી હતી. પરંતુ દિવસ રાત સતત પાણી વહેતુ હોવાનું જાણી આ વિશે દિવ્ય ભાસ્કરનું ધ્યાન દોર્યું હતું. અલબત્ત તંત્ર દ્વારા લીકેજ એરવાલ્વનું સમારકામ હાથ ધરી વેડફાટ અટકાવવા લોકોએ માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી એરવાલ્વ લિકેજની સમસ્યામાં રાહત હતી. પરંતુ હવે ઉનાળાના પ્રારંભેજ ફરી આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.