Monday, April 17, 2023

સ્કૂલની પસંદગી પહેલાં તેની ચકાસણી કરવા ડીઈઓએ વાલીઓને અપીલ કરી | The DEO appealed to the parents to verify the school before choosing it | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • RTEની પ્રવેશપ્રક્રિયા બાદ સ્કૂલ બદલવાની અરજીઓ વધતા સૂચના

ખાનગી સ્કૂલોની 25 ટકા અનામક બેઠકો પર આરટીઈની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી હોવાથી વાલીઓને સ્કૂલોની પસંદગી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ કાળજી રાખવા અપીલ કરી છે. તેમણે વાલીઓને સ્કૂલની પસંદગી કરતાં પહેલા રૂબરૂમાં સ્કૂલની મુલાકાત લઈ તેની માહિતી મેળવવા જણાવ્યું છે, જેથી વાલી સ્કૂલનું માધ્યમ, શિક્ષણ, સવલતોની માહિતી મેળવી શકે.

સ્કૂલની પસંદગી કરતાં પહેલા રૂબરૂમાં સ્કૂલની મુલાકાત લેવી
આરટીઈની પ્રવેશ કાર્યવાહી પૂરી થયા બાદ દર વર્ષે 25 ટકા જેટલા વાલી બાળકોની સ્કૂલ બદલવા માટેની અરજી કરે છે, જેનું મુખ્ય કારણ સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર વધારે હોય અથવા સ્કૂલ અને ઘર વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનો અભાવ હોય છે, જેથી બાળકને સ્કૂલે પહોંચવામાં મુશ્કેલી પડે છે. લાંબા સમયે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને કારણે બાળકને અન્ય ખાનગી સ્કૂલમાં પૂરી ફી ભરી મોકલવાની ફરજ પડે છે. આ સ્થિતિને નિવારવા માટે વાલીએ જાગૃત થઇને પહેલા સ્કૂલની મુલાકાત લઈ ઓનલાઇન સ્કૂલની પસંદગી કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.