પંચમહાલ (ગોધરા)3 કલાક પહેલા
- કૉપી લિંક
ગોધરામાં દંતાણી દેવીપુજક સમાજ દ્વારા ધજા મહોત્સવ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગોધરાના લાલબાગ મંદિર પાસે આવેલ મેદાનમાં પાંચમો ધજા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે સાથે આજે રાત્રીના દસ કલાકે ગુજરાતી કલાકાર પ્રવીણ લુણીના સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે અને સાંજના ચાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો મહાપ્રસાદીનો લાભ લેવા ગોધરાની જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દંતાણી દેવીપુજક સમાજ દ્વારા ધજા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં ગોધરાના લાલબાગ મંદિર ખાતે આવેલ વિશાલ મેદાનમાં પાંચમો ધજા મહોત્સવ સાથે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગોધરાની ધર્મ પ્રેમી જનતાને ભવ્ય લોક ડાયરાનો લ્હાવો લેવા માટે દેવીપુજક સમાજ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આજે રાત્રીના દસ વાગે ગોધરાના લાલબાગ મંદિર ખાતે પ્રવિણ લુણી દ્વારા ભવ્ય લોક ડાયરામાં રમઝટ બોલાવવામાં આવશે.
