- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Dhanera Police Nabbed Two With The Truck Before It Entered Gujarat In A Truck Loaded With Liquor Under The Guise Of Dry Groundnut Fodder From Rajasthan.
બનાસકાંઠા (પાલનપુર)36 મિનિટ પહેલા
- કૉપી લિંક

ધાનેરા પોલીસ વાહનચેકીંગ દરમિયાન નેનાવા ચેકપોસ્ટ પરથી એક ટ્રક ચાલાક મગફળીના સૂકા ચારાની આડમાં ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશે, તે પહેલા પોલીસ ઝડપી પાડ્યો છે. જેમાં ધાનેરા પોલીસ મળેલી બાતમી હકીકત આધારે નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન ટાટા કંપનીની આઈશર ગાડીમાંથી મગફળીના સુકા ચારાની આડમાં ગાડીમાં બનાવેલ ગુપ્ત ખાનાઓમાં છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય એ.ટી.પટેલ પોલીસ ઇન્સપેક્ટર ધાનેરાનાઓના માર્ગદર્શન હેઠળ ઘાનેરા પોલીસ સ્ટાફ નેનાવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ટાટા કંપનીની આઈશર ગાડી (GJ – 02 – AT – 2609) આવતાં આઈશર ગાડી રોકાવી ચેક કરતાં મગફળીનો સુકો ચારો ભરેલ હોય જે ચારાની આડમાં ગુપ્ત ખાનાઓમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ બીયર 1800 નંગ જેની કિંમત 1 લાખ 77 હાજર 360 નો પ્રોહિ મુદામાલ મળી આવેલ જે ગુનાના કામે આઇસર ગાડી કુલ 6 લાખ 82 હાજર 360 નો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રક ચાલક ઈશમ સવાઈસિંહ સુરતાનસિંહ પઢિયાર રાજપુત રહે . જસાઈ આર્મી કેમ્પ પાસે બાડમેર રાજસ્થાન 2 તેમજ કિશનસિંહ લખસિંહ રાઠોડ રાજપુત રહે જસાઈ બાડમેર બાડમેર વાળાઓને ઝડપી પાડી ધાનેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.