સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અગવડના કારણે લોકોમાં રોષ ભભૂક્યો, આરોગ્ય કમિશ્નરે રુબરુ પહોંચી તપાસ કરી | Discomfort caused to patients in civil hospital sparks public outrage, health commissioner conducts face-to-face investigation | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Discomfort Caused To Patients In Civil Hospital Sparks Public Outrage, Health Commissioner Conducts Face to face Investigation

રાજકોટ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. જો કે, તંત્રની આળસના કારણે ઘણીવાર દર્દીઓને દર્દમાંથી છૂટકારો મળવાની જગ્યાએ તેમાં વધારો થઈ જતો હોવાને કારણે રોષ ભભૂકી ઉઠતો હોય છે.

આરોગ્ચ કમિશ્નર રાજકોટ સિવિલ પહોંચ્યા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે? અને શું-શું અગવડ પડી રહી છે? તેનું નિરીક્ષણ કરવા માટે ખુદ આરોગ્ય કમિશનર રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે હોસ્પિટલના દરેક વિભાગોનું બારીકાઈથી ચેકિંગ કરી તેમાં સુધારા-વધારા કરવા માટેનો આદેશ આપ્યા હતા.

દર્દીને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવુ
આરોગ્ય કમિશનર શાહમીના હુસૈને સિવિલનું ચેકિંગ કર્યા બાદ ત્યા ઉપસ્થિત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતના જવાબદારોને અહીં સારવાર મેળવવા આવતાં દર્દીઓને કેસ કઢાવવાથી લઈ નાનામાં નાની અને મોટામાં મોટી સારવાર માટે કોઈ જ પ્રકારની અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم