Saturday, April 8, 2023

સિદ્ધપુર તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોને રસોઈ કીટનું વિતરણ, વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીઓને હુકમ વિતરણ કરાયું | Distribution of cooking kits to Anganwadi workers of Siddhapur taluk, distribution of orders to daughters under Vali Dikri Yojana | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Distribution Of Cooking Kits To Anganwadi Workers Of Siddhapur Taluk, Distribution Of Orders To Daughters Under Vali Dikri Yojana

પાટણ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુરમાં નર્સિંગ કોલેજ મુકામે મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોને રસોઈ કીટનું વિતરણ કરવામાં આવ્યં હતું. તદઉપરાંત વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીઓને હુકમ વિતરણ અને ગંગા સ્વરૂપા બહેનોને સહાય હુકમ વિતરણ તથા વૃદ્ધોને પણ મંત્રીના હસ્તે સહાય હુકમ વિતરણ કરાયા હતા.

આજરોજ આયોજીત કાર્યક્રમમાં લાભાર્થીઓને સંબોધન કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે. આંગણાડીની બહેનોને રસોઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આંગણવાડીની બહેનો દ્વ્રારા ખૂબ સારુ કામ કરવામાં આવી રહ્યું છે. જેને બિરદાવવું જ રહ્યું. આજે પ્રતિક સ્વરૂપે પાંચ-પાંચ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ સાથે-સાથે તાલુકાના દરેક ગામોમાં રસોઈકીટ પહોંચાડવામાં આવશે. સરકારશ્રીની દરેક યોજનાનો લાભ આજે છેવાડાના દરેક લોકો સુધી પહોંચે તે માટે સરકારશ્રી પ્રયત્નશીલ છે. વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી તમામ વ્યવસ્થા આજે સરકાર દ્વ્રારા પૂરી પાડવામાં આવી રહી છે. બાળકના શિક્ષણ,આરોગ્ય,ભોજન તેમજ તમામની વ્યવસ્થા આજે સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. આજે યુવાનો માટે સ્ટાર્ટ-અપની યોજનાને પણ ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આજે જિલ્લાના દરેક છેવાડાના માનવીને યોજનાનો લાભ મળી રહી તો જ લોકશાહીનો અર્થ સાચા અર્થમાં સાર્થક થશે.

કાર્યક્રમમાંમંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ કૃપાબેન, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરપ્રદિપસિંહ રાઠોડ, ICDS અધિકારી ગૌરીબેન સોલંકી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સેજલબેન દેસાઈ, તેમજ આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: