જામનગર મહાપાલિકાના કમિશ્નર D.N મોદીએ ચાર્જ સંભાળી સૌપ્રથમ મેયરની મુલાકાત લીધી | Jamnagar Mahapalika Commissioner DN Modi first visited the Mayor after assuming charge | Times Of Ahmedabad

જામનગર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજ રોજ બપોર બાદ મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર તરીકે ડીએન મોદીએ ચાર સંભાળ્યો ચાર સંભાળતા ની સાથે જ નવ નિયુક્ત કમિશનર ડીએન મોદી સૌ પ્રથમ જામનગરના પ્રથમ નાગરિક મેયરની ઓફિસે મળવા ગયા અને ત્યાં મેરયરે તેમને શુભેચ્છા પાઠવી હતી.

ડી.એન.મોદીએ આજરોજ કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન GUDA, ગાંધીનગર, કમિશનર (ICDS) વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ વિભાગમાં ફરજ બજાવેલ છે. અગાઉ જામનગર કલેકટર કચેરી ખાતે RAC તરીકે સેવાઓ બજાવેલ છે. જામનગર શહેરના વિકાસ કાર્યો ઝડપભેર આગળ વધે તે માટે પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના નોટિફિકેશન પરત્વે ડી.એન.મોદી આઈએએસ 2007 બેચના કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકે નિયુક્ત થયેલ છે જે પરત્વે આજરોજ કમિશનર જામનગર મહાનગરપાલિકા નો ચાર્ટ સંભાળ્યો છે તેઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર ખેડા, પોરબંદર કલેક્ટર તેમજ કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તથા ચેરમેન ગુડા ગાંધીનગર અને ICDS વુમન ઈન ચાઈલ્ડ ડેવલપમેન્ટ વિભાગમાં ફરજ બજાવેલ છે તેમ જ અગાઉ જામનગર કલેકટર કચેરી ખાતે RAC તરીકે સેવા પણ બચાવેલ છે અને જામનગર શહેરના વિકાસ કાર્યો ઝડપભેર આગળ વધે તે માટે પદ્ધતિ કાર્યો સાથે સંકલનમાં રહી કામગીરી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર ડી.એન.મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

أحدث أقدم