الأربعاء، 12 أبريل 2023

અમેરિકાથી તબીબે વતન ખડીરમાં કેન્સર તપાસવાની વ્યવસ્થા કરી | A doctor from America arranged to check cancer in Khadir's hometown | Times Of Ahmedabad

કકરવા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કેમ્પમાં 187 દર્દીની તપાસ, એકેયને કેન્સર ન હોવાનું નિદાન

અમેરિકા સ્થિત ખડીરના મહિલા તબીબે સ્થાનિકે કેમ્પની વ્યવસ્થા કરાવી હતી. જેમાં 187 દર્દીઅોનું નિદાન કરાવી અમેરિકાથી માદરે વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. મૂળ જનાણના અને હાલે અમેરિકા સ્થિત તબીબ દેવલબેન ગઢવીના અાર્થિક સહયોગથી યોજાયેલા કેન્સર નિદાન કેમ્પ અંતર્ગત 3 કરોડના ખર્ચે વસાવયેલી અત્યાધુનિક હરતી-ફરતી અેમ્બ્યૂલન્સ મારફતે દર્દીઅોને તપાસવામાં અાવ્યા હતા.

રામચંદ્ર ડોંગરેજી મહારાજ પ્રેરિત રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, અખિલ ભારતીય મારવાડી યુવા મંચના ઉપક્રમે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં અાવ્યો હતો, જેમાં અત્યાધુનિક સાધનો વડે જનાણ, રતનપર અને સાંગવારી માતાજીના સ્થાનકે 187 દર્દીઅોને તપાસીને અેકેયને કેન્સર ન હોવાનું નિદાન કરતાં લોકોમાં ખુશી છવાઇ છે.

ડો. ગઢવીઅે જણાવ્યું હતું કે, માદરે વતન ખડીર માટે શક્ય હશે ત્યારે ઋણ અદા કરવાના પ્રયાસો કરાશે. ડો.ભાવિશા ઠેસિયા, ડો.કીર્તિ પટેલ, નરેન્દ્રદાન ગઢવી, રૂપેશ પટેલ, અશોકદાન ગઢવી, ઘનશ્યામ મહારાજ વગેરેઅે સહયોગ અાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.