પીએચડીના થિસિસમાં કોપીપેસ્ટને લઇ ડો. બલદેવ આગજાને વિદ્યાર્થી નહીં ફાળવાય | Dr. about copy paste in PhD thesis. Baldev Agaja will not be allotted a student | Times Of Ahmedabad

આણંદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની ગુરૂવારના રોજ સિન્ડીકેટ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 37 જેટલા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જોકે, સૌથી અગત્યમાં પ્રોફેસર ડો. બલદેવ આગજાને નવા વિદ્યાર્થી ન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરદાર પટેલ યુનિવર્સિટી ગુરૂવારના રોજ યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં 35 નંબરના મુદ્દામાં પ્રો. બલદેવ આગજા પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ 16મી ઓગષ્ટ,2019ના રોજ મળેલી સિન્ડીકેટ સભામાં ડો. બલદેવ આગજાને બે વર્ષના સમયગાળા માટે એમફીલ, પીએચડી માટે કોઇ પણ વિદ્યાર્થી ન ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક પોલીટીકલ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો. બલદેવ આગજાએ બે વર્ષની મુદત પૂર્ણ થતાં વિદ્યાર્થી ફાળવવા વિનંતી કરી હતી. જોકે, પ્રોફેસર બલદેવ આગજાના કેસનો નિર્ણય સિન્ડીકેટમાં થયેલા હોવાથી તથા તેમના માર્ગદર્શનમાં અન્ય વિદ્યાર્થીઓના રિપોર્ટમાં પ્લેગેરીઝમ વિપુલ પ્રમાણમાં હોવાથી તથા અમુક વિદ્યાર્થીઓએ પીએચડી છોડી દીધેલી હોઇ તથા ઘણા બાહ્ય તજજ્ઞો થિસીસ તપાસવા અસ્વિકૃતિ દર્શાવી હોવાથી વિદ્યાર્થીઓના ભાવિને જોતા હાલ એમની પાસેથી વિદ્યાર્થીઓ છે, તેમનું કાર્ય પુરૂ કરવું તથા નવા વિદ્યાર્થીઓ હાલ ન ફાળવવા નિર્ણય લીધો હતો.

બાકરોલની નોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીમાં લાલીયાવાડી
બાકરોલ સ્થિત નોલેજ ઓફ ઇન્સ્ટીટ્યુટનો સ્નાતક અભ્યાસક્રમ શીખવવા એક વર્ષ માટે ચાલુ જોડાણ આપવા સેનેટ નક્કી કરી શરતોનું પાલન કર્યું છે કે કેમ ? તે અંગે તપાસ કરી હતી. જેમાં પ્રિન્સીપાલ, પ્રોફેસર, ક્લીનીંગ થેરાપીસ્ટનો અભાવ જોવા મળ્યો હતો. લેબમાં કોઇ સાધનો નથી, લાયબ્રેરીમાં બુક્સ નથી. નડિયાદની સુરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં કલાર્ક, પ્યૂન નથી. વિષયને લગતા બુક્સ નથી. જ્યારે હાજરીને લઇ કોઇ રેકર્ડ બનાવવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم