2 કલાક પહેલા
- કૉપી લિંક
શંકર ચૌધરીની જીતને હાઇકોર્ટમાં પડકાર મળેલો છે. ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલની જીતને પણ હાઇકોર્ટમાં પડકારાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્રમાં પોતાની વિરુદ્ધ નોંધાયેલા ગુન્હાની વિગતો છુપાવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
યુનિ.ની ફરિયાદની વિગત છૂપાવી હોવાની દાવો
પાટણના પંકજ વેલાણીએ એડવોકેટ અમિત જોશી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે તેમની સામે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયેલી ફરિયાદની વિગતો છૂપાવી હતી. યુનિવર્સિટીએ કિરીટ પટેલ સામે 1 થી 1.5 કરોડની ઉચાપતની ફરિયાદ પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જેનો FIR નંબર 263/18 છે.
17,177 મતથી પટેલની જીત થઈ
હાઇકોર્ટે આ સંદર્ભે ચૂંટણી અધિકારી અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને નોટીસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કિરણ પટેલે ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈને 17,177 મતોથી પરાજય આપ્યો હતો. પિટિશનરે રાજુલબેન દેસાઈને વિજેતા જાહેર કરી કિરીટ પટેલનું ધારાસભ્ય પદ રદ્દ કરવા રજુઆત કરી હતી. કેસની આગામી સુનાવણી 16 જુનના રોજ હાથ ધરવામાં આવશે.