- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- Driver Cabin Crushed By Sudden Braking By Trailer Driver On Bhilad National Highway, Traffic Jam Due To Iron Pipes Falling On The Road
વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના ભીલાડ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. લોખંડની પાઈપો ભરી જઈ રહેલા ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલરમાં રહેલી પાઈપો કેબીન સાથે ટકરાઈ હતી જેના કારણે ડ્રાઈવર કેબીનનો ભૂક્કો બોલી ગયો હતો. ટ્રેલરમાં રહેલી પાઈપ રસ્તા પર પડતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ભીલાડથી વાપી તરફ જતા નેશનલ હાઈવે પર ભીલાડ ફાટક નજીક એક લોખંડના પાઈપ ભરેલા ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે ટ્રેલરમાં રહેલા પાઈપ ઉછળી ડ્રાઈવર કેબીન સાથે અથડાયા હતા. ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. જો કે, રસ્તા પર લોખંડની પાઈપો પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

અકસ્માતમાં ઘાયલ ડ્રાઈવર અને ક્લિનરને 108ની મદદથી સા્રવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રસ્તા પર પડેલી લોખંડની પાઈપને ક્રેઈનની મદદથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે…