દાહોદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

દેવગઢ બારીયાના રેબારી ગામે પીકપ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં મોટર સાયકલ રોડની નીચે ઉતરી જતાં ફોરેસ્ટ ખાતાની ફેન્સીંગ સાથે અથડાતાં ચાલકના માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ઝડપને કારણે બાઈક રોડ નીચે ઉતરી ગઈ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામના 35 વર્ષીય દિનેશભાઈ સનાભાઈ ડાયરા ગત તા. 16મીના રોજ મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતા. રેબારી ગામે પીકપ બસ સ્ટેન્ડ પાસે વધુ પડતી ઝડપને કારણે પીકપ બસ સ્ટેન્ડ પાસે વધુ પડતી ઝડપને કારણે મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ રોડની નીચે ઉતરી ગઈ હતી.
ચાલકને માથામા ગંભીર ઈજાઓ થઈ
રોડની બાજુમાં આવેલ ફોરેસ્ટ ખાતાની ફેન્સીંગ વાડ સાથે ધડાકાભેર બાઈક અથડાતાં મોટર સાયકલ ચાલક દિનેશભાઈ સનાભાઈ ડાયરાને માથામાં તથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
પોલીસે દોડી આવી કામગીરી હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ પીપલોદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર દિનેશભાઈ સનાભાઈ ડાયરાની લાશનું પંચો રૂબરૂ પંચનામુપં કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પીપલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. પીપલોદ પોલીસે મરણ જનાર દિનેશભાઈ ડાયરાના પિતા વર્ષીય સનાભાઈ રયજીભાઈ ડાયરાએ નોંધાવેલ ફરિયાદને આધારે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.