Tuesday, April 18, 2023

વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રકે ડબલ સવારી એકટીવાને હડફેટે લેતાં ચાલકનું મોત | Driver dies after truck rams double-rider Activa on Wankaner National Highway | Times Of Ahmedabad

મોરબી36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાંકાનેર બાઉન્ડ્રી હાઈવે રોડ પર ચન્દ્રપુઅર ગામ નજીક ટ્રકના ચાલકે ડબલ સવારી એકટીવાને હડફેટે લેતાં ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા મહમદભાઈ ઉર્ફે મહમદ અલાઉદિનભાઈ શેરસીયા (ઉ.52) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેનો દીકરો સાબિર (ઉ.16) તેના મિત્ર અવેશ ઇન્દ્રીશભાઈ બાદી સાથે એકટીવા GJ 03 એચ.એન 3054 જઈ રહ્યા હોય દરમિયાન એકટીવા સાબિર ચલાવતો હતો અને બંને મિત્રો વાંકાનેરથી ચંદ્રપુર તરફ આવતા હોય દરમિયાન નેશનલ હાઇવે પર મુબીન ઓટોમોબાઈલની સામે પહોંચતા ટ્રક એમ.એચ 24 એયુ 3054ના ચાલકે પોતાનો ટ્રક ઝડપે ચલાવીને ટ્રક એકટીવાની પાછળ ભટકાડતાં એકટીવા ચાલક સાબિર ટ્રકના ડાબી સાઈડના પાછળના વચલા જોટામાં દબાઈ જતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાહેદ અવેશ ટ્રકના આગળના જોટામાં આવી જતાં બંને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: