Monday, April 17, 2023

ગરૂડેશ્વરના ગોરા ગામે યોજાનારા મેળા દરમિયાન ગોરા જંક્શનથી શુરપાણેશ્વર મંદિર તથા હરિધામ આશ્રમ દ્વાર સુધીનો માર્ગ બંધ રહેશે | During the fair to be held at Gora village of Garudeshwar, the road from Gora Junction to Shurpaneshwar Temple and Haridham Ashram Gate will be closed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • During The Fair To Be Held At Gora Village Of Garudeshwar, The Road From Gora Junction To Shurpaneshwar Temple And Haridham Ashram Gate Will Be Closed.

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત શુરપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.18થી 20મી એપ્રિલ દરમિયાન મેળો યોજાનાર છે. ચૈત્ર વદ અમાસ પરંપરાગત ધાર્મિક મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને ભક્તો શુરપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારનારા હોઈ, જેને ધ્યાનમાં લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં શુરપાણેશ્વર મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં SOUADTGA, એકતાનગર દ્વારા નિયત સ્થળોએ આયોજનબદ્ધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવનારી છે. તેના સિવાય રોડ પર તેમજ રોડની બંને બાજુની જગ્યામાં પાથરણાવાળા તથા ફેરિયાઓને તા.18 થી તા.20 (બંને દિવસો સહિત) સુધી બેસવાની મનાઈ (No Hawking Zone) ફરમાવી છે.

પાથરણાવાળાઓ તથા ફેરિયાઓ માટે દર્શાવેલા પ્રતિબંધિત વિસ્તારોમાં હેરીટેજ વિલેજ ગોરા દ્વારથી શુરપાણેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ તથા માર્ગની બંને બાજુની ખાલી જગ્યા, ગોરા ‘T’ જંક્શનથી એકતા નર્સરી પ્રવેશ દ્વારા સુધીના મુખ્ય માર્ગ તથા માર્ગની બંને બાજુની ખાલી જગ્યા, સમગ્ર ગોરા બ્રીજ (પાલ્મ આઈલેન્ડથી ગોરા ‘T’ જંક્શન) મુખ્ય માર્ગ, ફૂટપાથ તથા માર્ગની બંને બાજુની ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.

આ વિસ્તારમાં પદયાત્રીઓ તથા શ્રદ્ધાળુઓની ભીડના કારણે ટ્રાફિક નિયમન અર્થે ગોરા ‘T’ જંક્શનથી શુરપાણેશ્વર મંદિર તથા વસંતપુરા ત્રણ રસ્તા (હરિધામ આશ્રમ દ્વાર) સુધીનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખી વસંતપુરા ત્રણ રસ્તા (હરિધામ આશ્રમ દ્વાર)થી ગોરા કોલોની થઈ ગોરા ગળતી ત્રણ રસ્તા(હેરીટેજ વિલેજ દ્વાર)નો રૂટ ડાયવર્ઝન કરવામાં આવનાર છે. આ જાહેરનામું તા.18 એપ્રિલ 2023 થી તા.20 એપ્રિલ 2023(બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જે-તે સરકારી કચેરીના વડા તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.