Monday, April 24, 2023

વીડિયો બનાવી કેદીઓએ કહ્યું- 'જેલર પૈસા લઇ સુવિધા આપે છે,' DySP પહોંચ્યા તો એક મોબાઇલ અને તમાકુની પડીકીઓ મળી | The prisoners made a video and said - 'The jailer takes money and provides facilities,' When the DySP reached, they found a mobile phone and tobacco packets. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Prisoners Made A Video And Said ‘The Jailer Takes Money And Provides Facilities,’ When The DySP Reached, They Found A Mobile Phone And Tobacco Packets.

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાતની તમામ જેલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની સબજેલમાંથી કેદીઓ દ્વારા સુવિધા ન અપાતા અને જેલર દ્વારા માનસિક ત્રાસ અપાતા હોવાનો વીડિયો વાઇરલ કર્યો હતો. બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જેલર પૈસા લઇને મસાલા જેવી વસ્તુઓ કેદીઓને આપે છે. આ વીડિયો વાઇરલ થતાં જેલ પ્રશાસન દોડતું થયું હતું. ડીવાયએસપી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જેલમાંથી એક મોબાઇલ અને તમાકુની પડીકીઓ મળી હતી.

જેલમાંથી એક મોબાઇલ અને તમાકુની ત્રણ પડીકી મળી
DYSP દ્વારા જેલમાં તપાસ કરવામાં આવતા આ દરમિયાન એક મોબાઇલ અને તમાકુની ત્રણ પડીકી પણ મળી આવી હતી. કાર્યવાહીમાં જે કેદીએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો અને વીડિયો ઉતારી વાઇરલ પણ કર્યા હતા જેની સામે જેલ પ્રશાસને વીડિયો વાઇરલ કારનાર ઈસમ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, કેદીઓ દ્વારા આ વાઇરલ વીડિયોમાં જેલર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં જમવાનું સારું ના હોવાનો આરોપ, તમાકુ, માવા જેવી વસ્તુઓ માટે પૈસા લેવાતા હોવાનો આરોપ જેલ અધિકારી સામે લગાવ્યા હતા. જેને લઈ પોલીસ પ્રશાસન દોડતું થયું હતું.

દિનેશ કોડિયાતર (DySP માંગરોળ)

દિનેશ કોડિયાતર (DySP માંગરોળ)

વીડિયોમાં કેદીઓ શું કહી રહ્યા છે?
વાઇરલ વીડિયોમાં કેદીઓના જણાવ્યા મુજબ જેલર અને તેના મળતિયાઓ દ્વારા કેદીઓ પાસેથી પૈસા લઇને તેમને તમાકુ અને મસાલા સહિતની જરૂરી તમામ વસ્તુઓની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કેદીઓ માટે બહારની હોટલમાંથી ભોજન આવતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતા. સાથે જ ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો આ વીડિયોમાં ઉઠાવવામાં આવ્યા હતા. જેલમાં કેદીઓને જાણે કે લીલા લહેર હોય તેમ તમાકુ, મસાલા, ભોજન, ઠંડાં પીણીથી લઇને તમામ વસ્તુઓ મળી જવાના આક્ષેપો થયા હતા. કેદીઓ વીડિયોમાં જણાવે છે કે, હોટલમાં જે છાશની થેલીના 10 રૂપિયાની આવે છે, તેના જેલમાં 17 રૂપિયા લેવામાં આવે છે અને તમાકુના એક પેકેટના 300 રૂપિયા લેવામાં આવે છે.

જેલમાં મોબાઇલ કઈ રીતે આવ્યો?
માંગરોળ સબજેલનો વીડિયો વાઇરલ થતાં માંગરોળ ડીવાયએસપી તેમજ પોલીસ ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી અને જે કેદી એ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સબ જેલના જેલર તરીકે ફરજ બજાવતા અને નાયબ મામલતદાર બી ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, કેદીઓ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. જેલમાં મોબાઇલ કઇ રીતે આવ્યો તેના પર તપાસ ચાલુ છે અને જ્યારે જેલમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે કેદીઓ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: