No results found

    પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાગડ વિસ્તારમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો | East Kutch Local Crime Branch seized liquor in Wagad area | Times Of Ahmedabad

    કચ્છ (ભુજ )7 કલાક પહેલા

    • કૉપી લિંક

    બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચના થી પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને દારૂ જુગાર તથા અન્ય ગુનાઓ અંગે કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી તે અન્વયે પૂર્વ કચ્છ એલસીબી ના પીઆઇ એમ એમ પણ જાડેજા પીએસઆઇ વી. આર પટેલ પીએસઆઇ એસ એસ વરુ રાપર તથા સ્ટાફ સાથે રાપર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

    આ દરમિયાન મળેલી બાતમીના આધારે બાદરગઢ પાટીયા થી બાદરગઢ ગામ તરફ જતા રસ્તા પર થી પસાર થતા છોટા હાથી નંબર જી જે 12 બીવી 0484 વાળો પસાર થતા અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી વિદેશી દારૂ 750 એમ એલ ની બોટલ નંગ 96 કિંમત રૂપિયા 33600/= છોટા હાથી ટેમ્પો કિંમત રુપિયા એક લાખ મોબાઇલ નંગ 3 કીમત રુપિયા 15000/= સાથે કુલ મુદ્દામાલ રુપિયા 1.48. 600/= આરોપી ટેમ્પો મુકી નાસી ગયા હતા. આ જથ્થો ભરત ઉર્ફે કાનો ભગવાનદાસ રામાનંદી રે. નવી ભચાઉ નયન જેઠા ખાણીયા સુરેશ નાનજી પરમાર રે. ભચાઉ વારા તથા હેમંત કોલી રે. રાપર વારા સામે ગુનો રાપર પોલીસ મથકે નોંધી તપાસ હાથ ધરી છે.

    બીજો બનાવ રાપર નજીક ના નિલપર ગામે રહેતા રમેશ કુંભા રાકાણી કોળી ના કબજા ની વાડી પર દરોડો પાડયો હતો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારુ તથા બિયર નો જથ્થો હાથ લાગ્યો હતો જેમાં 750 એમ એલ ની બોટલ નંગ 48 કિંમત રુપિયા 17800/= ક્વાર્ટરીયા નંગ 837 કિંમત રૃપિયા 83700/= બિયર ટીન 236 કિંમત રૃપિયા 23600 સાથે કુલ 1. 24. 100/=નો મુદામાલ કબ્જે કર્યો હતો દરોડા અંગે ની જાણ થતાં આરોપીઓ નાસી ગયા હતા આમ વાગડ વિસ્તારમાં રાપર તાલુકા મા એલસીબી પોલીસે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપી પાડયો હતો.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال