- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Junior Clerk Exam Will Be Held In 37 Centers Of Bharuch District On Sunday After The Paper Scandal, Tight Police Arrangements Have Been Made.
ભરૂચ8 કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચમાં 37 કેન્દ્રો ઉપર 11,400 ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લા વહીવટી, પોલીસ અને તમામ સરકારી વિભાગ રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરિક્ષાને લઈ આ વખતે વધુ એલર્ટ મોડમાં છે. જિલ્લા શિક્ષણ વિભાગ, એસ.ટી. તંત્ર, વહીવટી વિભાગ સાથે પોલીસ વિભાગે પણ વિશેષ તકેદારી રાખી છે.

આજે શનિવારથી જ તમામ 37 કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે. નાયબ પોલીસ વડા સી.કે.પટેલે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અંગે જરૂરી નિરીક્ષણ કર્યું હતું. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક પીએસઆઈ અને 4 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. પરિક્ષાર્થીઓએ પરીક્ષાના એક કલાક પેહલા પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર થઈ જવુ પડશે. વિલંબિત આવનાર ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહી.
અન્ય સમાચારો પણ છે…