Monday, April 24, 2023

ડ્રાઈવર્ઝનમાં બે ટ્રક વચ્ચે અકસ્માત,પ્રૌઢનું મોત,'મારી વાતો કરે છે' કહી પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો | Elder dies in an accident between two trucks in Driverzon, son beats old father by saying 'I talk' | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટના આજીડેમ ચોક પાસે રામવન નજીક ડ્રાઈવર્ઝનમાં ટ્રકની સાઇડ લેવડાવી રહેલાં આધેડને અન્ય ટ્રકચાલકે પાછળથી હડફેટે લેતાં તેમનું મોત નિપજયું હતું. ટ્રક ચાલક નરેન્દ્રસિંહ ગગુજીભાઈ મેર (ઉ.વ.50) પોતાનો ટ્રક લઈ મુન્દ્રાથી ભાવનગર જવા માટે અન્ય એક ડ્રાઈવર સાથે ગઈકાલે નિકળ્યા હતાં. સાંજે આજીડેમ ચોકડી નજીક રામવન પાસે પહોંચતા ત્યાં ચાલી રહેલ પુલના કામ કારણે પોતે નિચે ઉતરી ટ્રકને ડ્રાઈવર્ઝનમાં સાઈડ લેવડાવતાં હતાં. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલ અન્ય ટ્રકના ચાલકે નરેન્દ્રસિંહને હડફેટે લેતાં ફંગોળાઈને દુર પટકાયા હતાં જેમાં તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તજવિજ હાથ ધરી હતી. મૃતક ચારભાઈ, એક બહેનમાં મોટા હતા જેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું સામે આવ્યું છે.

મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના કોઠારીયા વાવડીમાં ગૌતમબુધ્ધ સોસાયટીમાં રહેતા મહિલાએ ગઇકાલે ઘરે હતા ત્યારે કોઇ કારણસર ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી બાદમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

IPL પર સટ્ટો રમતો યુવક ઝડપાયો
રાજકોટ કુવાડવા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બેડી ગામ ન્યુ વિશાલ પાન પાસે જાહેરમાં એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમે છે તેવિ મળેલ ચોકકસ બાતમીના આધારે કોન્સ્ટેબલ મુકેશ સબાડ અને ટીમે દરોડો પાડી મોરબીના યુવાન અર્જુન ભરત ગજેરા (ઉ.વ.21) ને અટકાવી પુછપરછ કરી તલાસી લેતા મોબાઈલમાં તપાસ કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડરની મેચ પર સટ્ટો રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ પુછપરછ કરતાં તે રાજકોટના કલ્પેશ લુવાણા પાસે રૂપિયાનું કપાત કરાવવાનું કબુલતાં પોલીસે કલ્પેશની શોધખોળ હાથ ધરી હતી.

‘મારી વાતો કરે છે’ કહી પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતાં મગનભાઈ વશરામભાઈ આદ્રોજા (ઉ.વ.73) ગઈકાલે પોતાની ઘરે હતાં ત્યારે તેના પુત્ર લાલજીએ ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત વૃધ્ધે પોલીસને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે. એક આફ્રિકા રહે છે અને બીજો પુત્ર લાલજી તેમની સાથે રહે છે. ગઈકાલે આફ્રિકા રહેતાં પુત્રનો ફોન આવ્યો હતો જેની સાથે વાત કરતો હતો ત્યારે લાલજીએ ફોન ઝૂંટવી મારી વાતો કેમ કરો છો કહી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: