No results found

    અમદાવાદમાં કરોડોના ખર્ચે એલઇડી સ્ટ્રીટ લાઈટ પોલ રાખવામાં આવ્યા છતાં પણ યોગ્ય પ્રકાશ મળતો નથી | Even though LED street light poles have been installed at the cost of crores in Ahmedabad, proper light is not provided | Times Of Ahmedabad

    અમદાવાદ9 કલાક પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, પાણી અને ગટર જેવી સુવિધાઓ આપવા માં નિષ્ફળ રહી છે સાથે હવે લાઈટની સુવિધાઓને લઈને પણ અનેક ફરિયાદો ઉઠી રહી છે ભાજપના સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલી એલઇડી સ્ટ્રીટ લાઇટ મામલે અને સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યા હતા. કરોડોના ખર્ચે શહેરમાં એલઇડી સ્ટ્રીટ લાઇટ પોલ નાખવામાં આવ્યા છે પરંતુ તેમાં યોગ્ય રીતે પ્રકાશ મળતો નથી જેના કારણે કરોડોનો ખર્ચ થાય છે પરંતુ યોગ્ય પરિણામ મળતું નથી આમ કરોડોનો ખર્ચ છતાં પણ પરિણામ શૂન્ય હોવાને લઈ કોર્પોરેશનમાં ખાતર માથે દિવેલ જેવો ઘાટ સર્જાયો છે.

    ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સ્ટ્રીટ લાઇટ પોલ મામલે અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરાઈ હતી કે કરોડો રૂપિયાના ખર્ચે એલઇડી લાઇટ નાખવામાં આવી છે પરંતુ તેમાં પ્રકાશ ઓછો હોવાથી લાઈટનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો ન હોવાના કારણે લોકોને તકલીફ પડે છે. સ્ટ્રીટ લાઈટમાં સોડિયમ લાઈટ હતી ત્યારે 50થી 60 મીટર સુધી પ્રકાશ જતો હતો પરંતુ આ એલઇડી સ્ટ્રીટ લાઈટ પોલમાં 20 મીટર સુધી જ પ્રકાશ પહોંચે છે. જેના કારણે જ્યાં એક સ્ટ્રીટ લાઈટ પોલની જરૂર હોય ત્યાં ત્રણ ત્રણ પોલ નાખવા પડે છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال