Saturday, April 8, 2023

કુંવરજી બાવળિયા સહિત કોળી સમાજના આગેવાનો રહ્યા હાજર; મંડળના હોદ્દેદારો, સામાજિક-રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહ્યાં | Koli community leaders including Kunwarji Bavaliya were present; Office bearers of the congregation, socio-political workers were present | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Koli Community Leaders Including Kunwarji Bavaliya Were Present; Office Bearers Of The Congregation, Socio political Workers Were Present

બોટાદ8 કલાક પહેલા

  • કૉપી લિંક

સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક ભવન બનાવવા અંગે અને વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સગવડતાઓ પૂરી પાડવા માટે ગાંધીનગરની બાજુમાં સમસ્ત કોળી સમાજનું શિક્ષણ ભવન બનાવવા બોટાદ જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં કુંવરજી બાવળિયા, મંત્રી, પાણી પુરવઠા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીચે સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ બોટાદ મુકામે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સમસ્ત કોળી સમાજનું ભવન કઈ રીતે બનાવવું અને આવનારા દિવસોમાં સમસ્ત કોળી સમાજ શિક્ષણ જ્યોતિ રથ સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાન થનાર હોય તે અંગે સઘળી વિગતો આપેલ હતી. બોટાદ જિલ્લામાંથી વધુમાં વધુ લોકોનો સહયોગ મળે એ અંગે વિગતે વાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તેમના દ્વારા આપવામાં આવી હતી.

આ બેઠકમાં સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત કોળી સમાજ શિક્ષણ જ્યોતિ રથને તન, મન અને ધનથી સહયોગ આપવા બોટાદ કોળી સમાજના આગેવાનોએ મંત્રીને ખાતરી આપી હતી. આ બેઠકમાં સંત નિર્મળદાસબાપુ કાપડીયાળી, બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા, સામાજિક કાર્યકર સુરેશ ધરજિયા, સુરેન્દ્રનગર તેમજ કોળી સમાજના તમામ મંડળના હોદ્દેદારો, સામાજિક અને રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: