- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Ex husband’s Friend Allows Him To Have A Relationship With The Woman Causing Mental Torture, Police Launched A Search To Arrest The Accused
રાજકોટ7 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
રાજકોટમાં રૈયારોડ પર રહેતી અને સ્કૂલમાં નોકરી કરતી ત્યકતાની સહેલીના દિયર અને પૂર્વ પતિના મિત્ર સોપાન હિલ્સમાં રહેતા અમર કાનજીભાઈ પટેલ તેણીનો પીછો કરી મિત્રતા રાખવા દબાણ કરી રહ્યો છે. તે શિક્ષિકાને અવારનવાર ફોન કરી પજવણી કરતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
દીકરી સાથે અલગ ઘરમાં રહે છે મહિલા
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સ્કુલમાં 15 વર્ષથી નોકરી કરૂ છુ અને મારે સંતાનમાં એક પુત્રી છે અને મારા લગ્ન 2010ની સાલમાં થયા હતા અને બાદમાં અમારે મનમેળ ન બનતા 2020માં છુટાછેડા લઇ લીધા હતા અને બાદ હું મારી દિકરીની સાથે એકલી જ અલગ રહુ છુ.
અવાર-નવાર ફોન કરીને પરેશાન કરતો
અમર પટેલ નામનો છોકરો મારો મિત્ર હતો અને અમે છેલ્લા 6 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. તે મારા પતિનો પણ મિત્ર હતો અને મારી કોલેજ મિત્રનો દિયર પણ થાય છે અને ત્યારથી આ અમર મારી સાથે મિત્રતા રાખવા માટે અમર પોતાના મોબાઇલ નંબર પરથી મને અવાર-નવાર ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો.
સ્કૂલે આવીને હેરાન કરતો
હું અમરનો ફોન ન ઉપાડુ તો અમર પટેલ મારી સ્કુલે આવીને મને હેરાન કરવા લાગતો હતો. આ બનાવ બે વર્ષ પહેલાનો છે અને તે સમયે મે અહિંયા મુંજકા પોલીસ સ્ટેશન ખાતે આ અમર વિરૂધ્ધ અરજી પણ કરેલ હતી અને ત્યારબાદ તેણે મને હેરાન કરવાનુ બંધ કરી દીધું હતુ. જો કે, થોડા સમય બાદ ફરી આ અમર પટેલ મારા ઘર પાસેથી નીકળીને જોર-જોરથી હોર્ન મારીને નીકળે છે.
અલગ-અલગ નંબરથી મને ફોન કરતો
આ અમર અવાર-નવાર ફોન કરતો હોય જેથી મે બ્લોક કરી દીધેલ હતા અને મારા મોબાઇલ નંબર પર આ અમર અલગ-અલગ નંબર ઉપરથી મને ફોન કરીને મારી સાથે વાત કરવાની કોશિશ કરેલ પણ હું ટ્રુ કોલરનો ઉપયોગ કરતી હોવાથી તેનું નામ આવતા જ એક પણ વાર તેનો ફોન ઉપાડેલ નથી. આ બાબતે મે નવેમ્બર-2022મા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે આ અમર વિરુધ્ધ ફરીયાદ કરી હતી.
ઘરની બહાર નીકળુ ત્યારે પીછો કરતો
થોડા દિવસ બાદ તે હું મારા ઘરેથી મારી નોકરીના સ્થળે મારી કાર લઇને જતી હતી ત્યારે તે અલગ-અલગ કાર લઇને મારો પીછો કરતો. હું મારા ઘરેથી કોઈ કામ કે ખરીદી કરવા નીકળ્યુ ત્યારે પણ મારો પીછો કરતો. જેથી મે આ વાત મારા પરીવારજનોને કરી. બારેક દિવસ પહેલા હું મારી સ્કુલેથી છુટીને મારા ઘરે જતી હતી ત્યારે આ અમર સાધુવાસવાણી રોડ ઉપર બાઇક લઇ અને રસ્તામાં ક્રોસ થયો અને મારો પીછો કરતો રહ્યો.
હોર્ન મારીને પરેશાન કરતો
ગત તા.12 એપ્રિલના રોજ હું મારી દિકરીને સ્કૂલે લેવા મારી દિકરી દીયાને લેવા માટે ગઈ હતી ત્યારે આ અમર કાર લઇને મારો પીછો કરતા હતા અને મારું બહાર આવવા જવાનું મુશ્કેલ કરી દીધું હતું અને મને અવાર-નવાર માનસિક રીતે પરેશાન આપતો અને પીછો કરતો. મારી સાથે પરાણે મિત્રતા રાખવા મારો પીછો કરતો અને મારી શેરીમાંથી પોતાનું વાહન લઇને નીકળીને હોર્ન મારી પરેશાન કરતા હોય, જે મામલે યુનિવર્સિટી પોલીસમાં અમર વિરુદ્ધ ફરિયાદ કરતા આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.