સુરતમાં બોગસ પેઢીના નામે લોન લઈ તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંક સાથે ઠગાઈ, પિતા-પુત્ર અને બંનેની પત્નીની ધરપકડ | Father-son and wife arrested for cheating with Tamil Nadu Mercantile Bank by taking loan in name of bogus firm in Surat | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
પિતા-પુત્ર પત્ની સાથે મળી ઠગાઈ આચરી. - Divya Bhaskar

પિતા-પુત્ર પત્ની સાથે મળી ઠગાઈ આચરી.

સુરતમાં તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતા પેઢીનુ ધંધાનુ સ્થળ બોગસ દર્શાવી તેવો કોઇ ધંધો ન કરી તે આરોપીઓએ બોગસ પેઢી ઉભી કરી 16.38 કરોડની લોન લઈ છેતરપિંડી આચરી હતી. જેથી બે યુવકોને તેમની પત્ની સાથે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પ્રોપર્ટીની વેલ્યુ વધુ બતાવી હતી
સુરતમાં રિંગરોડ ખાતે આવેલી તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી આરોપીઓ લોન લેનાર અને તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંક રીંગરોડ શાખા સુરતના બેંક મેનેજર આર.સુંદર તેમજ ગેરેન્ટર તેમજ વેલ્યુઅરે એક-બીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી હતી. જેમાં ખોટા સ્ટોક બીલો રજુ કરી લોન મંજુર કરી તે લોનના રૂપિયા તેઓએ ધંધા માટેના લીધા હતા. ખોટી ફર્મ ઉભી કરી ફર્મના નામે લોન લઇ તે મુજબનો કોઇ ધંધો નહીં કરી મોર્ગેજમાં મુકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતા ઉંચી કિંમતના ખોટા વેલ્યુ રીપોર્ટ બનાવ્યા હતા. તેને સાચા તરીકે રજુ કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખી બેંક સાથે કુલ રૂ.16.38 કરોડની છેતરપિંડી આચરી હતી. જેની ફરીયાદ લઇ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરાઈ હતી
પોલીસે બાતમી આધારે જીતેન્દ્ર હીરજીભાઇ કાકડીયા, તેની પત્ની શોભનાબેન, રસિક હીરજીભાઇ કાકડીયા અને તેની પત્ની શોભનાબેનની ઘરેથી પકડી પાડ્યા હતા. અગાઉ આ ગુનાના આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની મોડસ એપરેન્ડી
આ કામે તમિલનાડુ બેંકમાંથી લોન લેનાર આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવાના ઇરાદે અન્ય આરોપીઓના ષડયંત્રમાં સહભાગી બની બોગસ પેઢી ઉભી કરી હતી. જેમા આરોપી જીતેન્દ્ર હીરજીભાઇ કાકડીયાએ શ્ર્લોક કોર્પોરેશન તથા શોભનાબેન જીતેન્દ્ર કાકડીયાના નામે ઇશીકા એન્ટરપ્રાઇઝ તથા રસિક હીરજી કાકડીયાના નામે એસ.આર. કોર્પોરેશન તથા શોભનાબેન રસિક કાકડીયાના નામે સ્માઇલી એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી હતી. તે બોગસ પેઢીના નામે બેંક ખાતુ ખોલાવી તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવી લોન લેવા માટે ધંધાના સ્થળના બોગસ ભાડાકરાર ઉભા કર્યા હતા. તે ભાડાકરારમાં મકાન માલિકના આધારકાર્ડ બોગસ ઉભા કરી તેમા આધાર નંબર બોગસ દર્શાવી તથા જન્મ તારીખ બોગસ દર્શાવી સાહેદોની બોગસ સહીઓ કરી બોગસ ભાડાકરારને બેંકમાં રજુ કર્યો હતો.

68 લાખ રૂપિયા પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા
જીતેન્દ્ર હીરજીભાઇ કાકડીયાએ 99 લાખની સી.સી. લોન, શોભનાબેન જીતેન્દ્ર કાકડીયાની પત્નીએ 99 લાખની સી.સી. લોન, રસિક હીરજીભાઇ કાકડીયાએ 93 લાખની સી.સી. લોન અને શોભનાબેન રસિક કાકડીયાની પત્નીએ 92 લાખની સી.સી. લોન લીધી હતી. આરોપીઓએ પકડાયેલ આરોપી ભાઇઓને આ કામ માટે રૂપિયા 15-15 લાખ આપવાનુ નક્કી કરી આરોપી રસિક હીરજી કાકડીયાની સાડા ત્રણ લાખની લોન સહઆરોપીઓએ ભરપાઇ કરી દીધી હતી. બાકીના 12.50 લાખ ટુકડે ટુકડે કરી રોકડમાં આપ્યા હતા. પકડાયેલ આરોપીઓએ લોન લેવા પહેલા મિલ્કત ખરીદ કરેલ તે મિલ્કતો બેંકમાં મોર્ગેજમાં મુકી આરોપીઓ પૈકી આરોપી જીતેન્દ્ર હીરજી કાકડીયાએ તેના લોન ખાતામાંથી તેના પર્સનલ બેંક ખાતામાં રૂ.68,05,113 ટ્રાન્સફર કરી તે પૈસાથી ખરીદ કરેલ મિલકતના પૈસા ચેકથી ચુકવ્યા હતા. હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم