Monday, April 24, 2023

મહિલા તબીબે કહ્યું-અવારનવાર હોસ્પિટલ અને ડોક્ટર પર હુમલા થતા હોય છે, ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ | The female doctor said that there are often attacks on hospitals and doctors, doctors should get protection | Times Of Ahmedabad

મહેસાણા24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સતલાસણાની ભાવના હોસ્પિટલમાં પ્રસુતાના મોત મામલે પરિવાર હંગામો મચાવતા તબીબના સમર્થનમાં વડનગર,ખેરાલુ,સતલાસણાના ડોકટર ચાર દિવસથી હડતાળ મા જોડાયા છે.ત્યારે આજે વહેલી સવારથી મહેસાણાના ડોકટર પણ આ હડતાળ જોડાઉ પોતાની કામગીરી થી અળગા રહ્યા હતા. સતલાસણાના ડોકટરને સમર્થન આપ્યું હતું જેમાં સવારે આઠ થી સાંજે આઠ સુધી સ્ત્રી રોગના તમામ ડોકટર હડતાળ પર રહેશે જેમાં આજે પાટણ અને મહેસાણાના મળી 100 થી વધુ ડોકટર પોતાની કામગીરી બંધ રાખી મહેસાણા વણિકર કલબ ખાતે ભેગા થઈ આ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ડો. જયશ્રી પટેલે જણાવ્યું કે આજે પાટણ મહેસાણાના ગાયનેક ડોકટર હડતાળ પર ઉતર્યા છે.ખેરાલુ સતલાસણામાં જે મહિલા દર્દીનું મોત નીપજ્યું તેમાં ડોકટર તેઓને બચાવવા ઘણી મહેનત કરેલી જેમાં કુદરતની સામે ઘણી વાર સાયન્સ ટેકનોલોજી પાછળ પડતું હોય છે.લોકો અમને ભગવાન માને છે પણ અમે ભગવાન નથી લોકો ને બચાવવા પૂરતો પ્રયાસ કરીએ છીએ.કમ નસીબે ઘણીવાર અમે એમાં ફેલ થતા હોઈએ છીએ લોકોને એટલું જ કહેવું છે કે ડોકટર પર આક્ષેપ ના કરે ડોકટર રાત દિવસ મહેનત કરતા હોય છે સમાજ નો ટેકો મળે તો ડોકટર નિર્ભય પ્રમાણે કામ કરી શકે દર્દીઓની સેવા કરી શકે.

આજે આ હડતાળમા 100 થીવધુ ડોકટર જોડાયા હતા.સવારથી 8 કલાક થી હડતાળ પર ઉતર્યા હતા જેમાં હોસ્પિટલની જે સેવાઓ છે.એ તમામ સેવાઓ બંધ રાખવામાં આવી હતી.સાંજે 8 કલાક સુધી હડતાળ ચાલુ રહેશે.હડતાળમાં આવેલ મહિલા ડોકટરના જણાવ્યા પ્રમાણે તેઓની એક જ માગ છે કે તેઓ સારી રીતે પ્રેકિટસ કરી સકે તેમના પર કોઈ જોખમ ના રહે અમને કોઈ પ્રકારની સુરક્ષા મળે કારણ કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે લોકોનો આક્રોશ પર વધુ હોય છે.જેના કારણે ડોકટર અને હોસ્પિટલ પર હુમલા થતા હોય છે જેથી મહિલા ડોકટર એવી આશા વ્યક્ત કરી હતી કે સરકાર અથવા મ્યુનિસિપલ તરફથી સુરક્ષા મળે તો સારી રીતે કામ કરી શકીએ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: