Wednesday, April 19, 2023

થોડાં દિવસ અગાઉ બંગડી બજારની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી, કિર્તીમંદિર ડી સ્ટાફે મુખ્ય બજારમાંથી મહિલા આરોપીને પકડી પાડી | A few days ago a mobile phone was stolen from a bangle market shop, Kirti Mandir D staff nabbed the female accused from the main market. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • A Few Days Ago A Mobile Phone Was Stolen From A Bangle Market Shop, Kirti Mandir D Staff Nabbed The Female Accused From The Main Market.

પોરબંદર2 કલાક પહેલા

  • કૉપી લિંક

ચોરી સબંધી ગુના શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. જેને લઈ પોરબંદર શહેર ડીવાયએસપી નિલમ ગૌસ્વામી તથા કીર્તિમંદીર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સસ્પેકટર વી.પી.પરમારના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફ PSI આર.કે.કાંબરીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન થોડા દિવસ પહેલા બંગડી બજારમાં આવેલ બીન્ની નામની દુકાનમાથી એક અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી ગયેલાના બનાવ કીર્તિમંદીર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતો. બંગડી બજારમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા તથા વિશ્વાસ પ્રોજેકટનાં સીસીટીવી કેમેરા તથા સ્ટાફની મદદથી PC વિશાલ રવજી વિંઝુડા તથા રાજુ દેવશી ઓડેદરાના અંગત હ્યુમન સોર્સ મારફતે બાતમી મળેલી કે દુકાનમાથી મોબાઇલ ફોનની ચોરી કરનાર મહિલા એમજી રોડ પર આવેલી નેશનલ રેસ્ટોરન્ટ સામે ઉભેલી છે.

સર્વેલન્સ સ્ટાફના વુમન પોલીસ કોન્સટેબલ કીર્તિ ઓડેદરાની સાથે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર.કે.કાંબરીયા સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ તુરંત પહોંચ્યા હતા. જ્યાં બાતમી મુજબની એક બહેન ઉભેલી હતી. જેનું નામ ઠામ પુછતા પોતાનું નામ સુજાતા વા/ઓ મિતુલ મકવાણા (રહે.ભગવતીપરા,જામનગર)ના હોવાનું જણાવેલું હતું. પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા ગુનાના કામે ચોરીમાં ગયેલો મોબાઈલ મળી આવતાં યુક્તિ પ્રયુક્તિપુર્વક તેની પુછપરછ કરતાં તેણે મોબાઇલ બંગડી બજારમાં આવેલી બીન્ની નામની દુકાનમાંથી ચોરી કરેલાની કબુલાત આપતાં મજકુર આરોપી મહિલા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે…