એક કલાક પહેલા
- કૉપી લિંક
આજથી આશરે બે વર્ષ પહેલાં પોતાની જ સોસાયટીના રહીશો સાથે ઝઘડો અને સોશિયલ મીડિયા પર સોસાયટીના ચેરમેન વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી બદલ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ મથકે કલમ 294, 506 (1) (2) અને આઇટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી.
પાયલ રોહતગીને સોગંદનામું કરવા આદેશ કર્યો
સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા પાયલ રોહતગી હાઇકોર્ટ પહોંચી હતી. પાયલ રોહતગીએ ગત સુનાવણીમાં હાઇકોર્ટ સમક્ષ પોતાના વર્તન બદલ માફી માંગી હતી. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે પાયલ રોહતગીને સોગંદનામુ કરવા આદેશ કર્યો હતો.
સેટેલાઇટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ
બિન શરતી માફી માગવાના વલણ બાદ પાયલ રોહતગીએ સોગંદનામુ દાખલ કરતા હાઇકોર્ટ દ્વારા આજે પાયલ રોહતગી સામેની સેટેલાઇટ પોલીસ મથકની FIR રદ્દ કરી છે. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.