السبت، 29 أبريل 2023

હાપા રેલવે સ્ટેશન પર ઈંધણ ભરેલી માલગાડીની બાજુમાં આગ લાગતાં દોડધામ મચી, રેલવેના સ્ટાફે કેમિકલ પાવડરથી કાબુમાં લીધી | Fire breaks out next to fuel-laden freight train at Hapa railway station, railway staff douse it with chemical powder | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર ડીઝલ- પેટ્રોલ ભરેલી માલગાડીની બાજુમાં બે રેલવે ટ્રેકની વચ્ચે ઊભા કરાયેલા ઇલેક્ટ્રીક પોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી અફરા તફરી મચી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ દોડતી થઈ હતી. જોકે, રેલવેના સ્ટાફે સમય સૂચકતા વાપરી રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલા ફાયર એક્સટીગ્યુારમાંથી કેમિક્લ યુક્ત પાવડરનું ફાયરિંગ કરીને આગ ભૂજાવી દેતાં મોટી જાનહાની અને દુર્ઘટના ટળી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

આગના આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર એક નંબરના પ્લેટફોર્મ પર 40 જેટલા ડીઝલ પેટ્રોલ ભરેલા ટેન્કરો સાથેની એક માલ ગાડી ઊભેલી હતી. દરમિયાન બાજુમાં જ રેલવેના ઇલેક્ટ્રીક વાયરીંગના બોક્સ કે જેમાંથી એર કન્ડિશન વાળા ડબ્બામાં બેટરી ચાર્જ કરવામાં આવે છે, તે ઇલેક્ટ્રીક બોક્સમાં આગ લાગી ગઈ હતી. આગના આ બનાવને લઈને રેલવે સ્ટેશન પર ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

રેલવેના હાજર રહેલા દસેક જેટલા કર્મચારીઓએ પ્લેટફોર્મ પર મૂક્વામાં આવેલા કેમિકલ પાવડર સાથે ફાયર એસ્ટીમ્યુસરનો ઉપયોગ કરી કેમિકલ પાઉડરનો મારો ચલાવ્યો હતો, અને આગને કાબુમાં લઈ લીધી હતી. સમયસર આગ કાબુમાં આવી જવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જેથી સમગ્ર રેલવે સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તે પહેલા આગ કાબુમાં આવી ગઈ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા રેલવેકર્મીને અપાયેલી તાલીમ ઉપયોગી બની
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડી દ્વાર જુદી જુદી શાળા- કોલેજો, હોસ્પિટલ તથા જાહેર સ્થળો પર ફાયર અંગેન ટ્રેનિંગ આપવામાં આવે છે, જે અનુસાર જામનગર નજીક હાપા રેલવે સ્ટેશ પર કોઈપણ રીતે આગ લાગે તો તેનાથી કેવી રીતે માલ મિલકતને બચાવ શકાય, વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને રેલવેના તમાર કર્મચારીઓ આ ટ્રેનિંગમાં જોડાયા હતા. જેમાં આજે સવારે લાગેલી આ અંગે પણ ફાયરશાખા દ્વારા ટ્રેનિંગ અપાઇ હતી અને જો વાયરીંગ વગેરેમાં આગ લાગે તો કેમિક્લ પાઉડર સાથેના ફાયર એક્સ્ટ્રીબ્યુસરમાંથી ફાયરિંગ કરીને કાબુમાં લઈ શકાય છે, જે ટ્રેનિંગમાં હાજર રહેલા કર્મચારીઓ પૈકીના રેલવે સ્ટાફે તે પ્રમાણે બે બાટલાઓની મદદથી આગને સમયસર કાબુમા લઈ લીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના નિવારી શકાઇ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.