Sunday, April 16, 2023

મોરબીના લીલાપર રોડની પેપર મિલમાં આગ ફાટી નીકળતા દોડધામ; ફાયર ટીમ આગને કાબુમાં લેવાના પ્રયાસમાં | A fire broke out at a paper mill in Leelapar Road, Morbi; Fire team trying to douse the fire | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલી પેપર મિલમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયરની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મોડી સાંજ સુધી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લીલાપર રોડ પર આવેલી સોમનાથ પેપર મિલમાં આજે સાંજે આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ કરતા મોરબીના 2 અને રાજકોટનું 1 મળીને કુલ 3 ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. તેમ ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પેપર મિલના ગ્રાઉન્ડમાં પડેલી ગાસડીઓમાં આગ લાગ્યા બાદ આગ વિકરાળ બની હતી. આગને પગલે આસપાસની ફેક્ટરીઓના લોકો પણ દોડી આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.