નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
બીલીમોરા શહેરના બીલીનાકા પાસે આજે JCB મશીનનું ખોદકામ થઈ રહ્યું હતું જે દરમિયાન ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા આગ ભૂકી ઉઠી હતી આગની ઊંચી ઊંચી જ્વાળા દૂરથી જોઈ શકાતી હતી આગ લાગતા ભર બજારમાં નાશભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગેસ કંપની દ્વારા જ મુખ્ય લાઈનની બાજુમાં કામ શરૂ હતું તે દરમિયાન ભૂલથી મુખ્ય લાઈન ક્રેક થઈ હતી જેના કારણે ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ગેસ નો પ્રવાહ મુખ્ય લાઈન માંથી શહેરના ઘરો સુધી પહોંચે છે ત્યારે ગરમીને કારણે લાગેલી આગની ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી.
ઘટનાની જાણ બીલીમોરા ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર જવાનું ઘટના સ્થળે પહોંચીને આગને કાબુ કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે આગને કારણે આજુબાજુ આવેલી લારીને પણ સંભવિત નુકસાન થયું છે.
અન્ય સમાચારો પણ છે…