વડોદરાના પાદરામાં મેડિકલ સ્ટોરમાં આગ લાગી, આગની વિકરાળ જ્વાળાઓમાં સ્ટોર બળીને ખાખ | A fire broke out in a medical store in Padra, Vadodara, the store was gutted in the fierce flames | Times Of Ahmedabad

વડોદરા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાદરામાં મેડિકલ સ્ટોરમાં આગ ફાટી નીકળી

વડોદરાનાં પાદરામાં નગર પાલિકા નજીક આવેલ મેડિકલ સ્ટોરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હાહાકાર મચી ગયો હતો. જો કે, આગ વધુ પ્રસરે તે પહેલાં પાદરા નગર પાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને કલાકો સુધી પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ, આગમાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ ખાખ થઇ ગયો હતો.

યોજનાબધ્ધ રીતે આગ કાબુમાં લીધી
મળેલી માહિતી પ્રમાણે પાદરા નગરપાલિકા નજીક આવેલા શ્રીનાથજી મેડિકલ સ્ટોરમાં આગ ભભૂકી ઉઠી હતી. એકાએક લાગેલી આગના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તો બીજી બાજુ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આગ વધુ ન પ્રસરે તે માટેનું આયોજન કરી આગને ગણતરીના કલાકોમાં કાબુમાં લઇ લીધી હતી.

પાદરા નગર પાલિકાના ફાયર બ્રિગેડે આગ બુઝાવી

પાદરા નગર પાલિકાના ફાયર બ્રિગેડે આગ બુઝાવી

આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો
આગની કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે પાદરા પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને એકઠા થયેલા ટોળાને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી. આગના આ બનાવને પગલે વિસ્તારમાં વીજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. રાતના સમયે અચાનક આગ લાગતા અફરા-તફરી સર્જાઈ હતી. સમગ્ર નગરમાં આ બનાવે ભારે ચકચાર મચાવી મૂકી હતી. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ, મોટું આર્થિક નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આજુબાજુ નુકશાન થયાની સંભાવના
પાદરા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાન કમલેશભાઈએ જણાવ્યું હતું કે, ‘પાદરા નગરમાં આવેલા મેડિકલ સ્ટોરમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા તુરંત જ લશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને સતત એક કલાક સુધી પાણીમારો ચલાવી ત્યારબાદ આગને કાબુમાં લઇ લીધી હતી. આ આગના બનાવના કારણે આસપાસમાં આવેલી દુકાન તેમજ એક રહેણાંક મકાનને નુકશાન થયું હોવાનું અનુમાન છે. જો કે, તપાસ બાદ ચોક્કસ માહિતી બહાર આવશે.

આગ પ્રસરતા અટકી ગઇ
મેડિકલ સ્ટોરમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ, પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. આગ વિકરાળ હતી. જો વહેલી તકે આગ કાબુમાં આવી ન હોત તો આસપાસના વિસ્તારો પણ આગની લપેટમાં આવી ગયા હોત. આગના આ બનાવે આસપાસમાં રહેતા લોકોમાં પણ ગભરાટ ફેલાવી દીધો હતો. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post