અમરેલી14 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી શહેરમાં ચિતલ રોડ ઉપર આવેલી સિરંગ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. તેમજ લાલાવદર ગામ નજીક સ્મશાનના લાકડામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેને લઈ ફાયરની ટીમો દોડતી થઈ હતી.
આગનો પ્રથમ બનાવ જોઈએ તો સિરંગ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગની ટીમને થતા ટીમ દોડી ગઈ હતી. રહેણાંક મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતા. જોકે, કોઈ મોટી દુર્ઘટના બની ન હતી, ધુમાડા મોટી માત્રામાં નીકળતા લોકોમાં ભાગદોડ મચી હતી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
લાલાવદર સ્મશાનના લાકડામાં આગ લાગી
આ ઉપરાંત આગનો બીજો બનાવ જોઈએ તો અમરેલી જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ લાલાવદર ગામ નજીક સ્મશાનના લાકડામાં અચાનક આગ લાગવાના કારણે લાકડા સળગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી અમરેલી ફાયર વિભાગની ટીમે પહોંચીને આગને કંટ્રોલ કરતા આગ વધુ વિસરતાં અટકી હતી. જેના કારણે અન્ય લાકડા સહિત ચીજ વસ્તુ બચી ગઈ હતી.