Sunday, April 16, 2023

શહેરા નજીક શોર્ટ સર્કિટને કારણે ટ્રકમાં આગ, ડ્રાયવર-ક્લિનરનો આબાદ બચાવ | Fire in truck due to short circuit near Shehra, driver-cleaner rescued | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આગમાં ટ્રક બળીને ખાખ.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ત્યારે શહેરા તાલુકા પાસે આવેલા ઝોઝગામથી શહેરા તરફ જતા રોડ ઉપર ગત રાત્રે ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગથી રોડ ઉપર ધ બર્નિંગ ટ્રક જેવા દ્રશ્યો સર્જાતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે ટ્રક ડ્રાઇવર અને ક્લિનરની સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી ઉતારી જતાં જાનહાનિ ટળી હતી. જ્યારે શહેરા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ બનાવ સંદર્ભ શહેરા તાલુકાના ઝોઝ નિશાળ ફળિયામાં ખાતે રહેતા સુરપાલસિંહ ગણપતસિંહ પગીએ જણાવ્યું હતું કે, ઝોઝગામથી શહેરા તરફ જતા રોડ ઉપર ટ્રકના એન્જિનના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ટ્રક ચાલક સહિત કલીનરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે શહેરાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.