લુણાવાડા ખાતે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાઈ; મુંબઇ દુર્ઘટનામાં શહીદ થયેલ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી | Fire Service Day celebrated at Lunawada; Tributes were paid to the firemen who died in the Mumbai disaster | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)3 કલાક પહેલા

  • કૉપી લિંક

આજે 14 એપ્રિલે સમગ્ર દેશ ભરમાં ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આજે નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન મહેતા અને પાલિકાના ચીફ ઓફિસર દુષ્યંત પંડ્યાની ઉપસ્થિતિમાં તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ખાતે એક મોટી દુર્ઘટનામાં 66 જેટલા ફાયર વિભાગના જવાનો શહીદ થયા હતા. અત્રે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલિકા ફાયર વિભાગ તેમજ પાલિકાના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાયર વાયરલેસ ઓફિસર લુણાવાડા પાર્થ પટેલ દ્વારા આ કાર્યક્રમમાં અવરનેસને લઈ વિવિધ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની વાન સાથે લુણાવાડા એસટી વર્કશોપ ખાતેથી કોટેજ ચાર રસ્તા અને મુખ્ય હાઇવે માર્ગ ઉપર ફાયર વિભાગની ફલેગ માર્ચ યોજાઈ હતી. તેમજ લોકોને અવરનેસ અંગેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 14 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન અગ્નિસમન સેવા સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવનાર છે. ત્યારે આ સપ્તાહ દરમિયાન વિવિધ અવરનેસના કાર્યક્રમો યોજવામાં આવશે. તેવું ફાયર વાયરલેસ ઓફિસર પાર્થ પટેલે જણાવ્યું હતું.

14મી એપ્રિલ ભારતમાં ફાયર સર્વિસ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ જે બીજા શબ્દોમાં માર્ટીયસ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસ ફાયર સર્વિસીસ માટે અગત્યનો દિવસ છે. 14મી એપ્રિલ 1944માં મુંબઈના વિક્ટોરિયા પોર્ટ ઉપર લંગારવામાં આવેલ વિસ્ફોટક તેમજ માલવાહન ભરેલ ફોર્ટ સ્ટાઇકિંગ જહાજમાં પ્રચંડ આગ લાગી હતી. આ આગમાં સાંજના 4થી 5ની વચ્ચે બે જબરદસ્ત ધમાકા થયા હતા. જેમાં પ્રથમ ધમાકો એટલો તીવ્ર હતો કે જેનાથી આજૂબાજૂના રહેણાંક વિસ્તારને બારીને કાચને ભારે નુકશાન થયું હતું. તેમજ જહાજ બે ભાગમાં તૂટી ગયું હતું એકભાગ હવામાં ઊછળીને આજૂબાજૂના જહાજ પર પડતાં માલ સમાનના અન્ય 12 જેટલા જહાજનો નાશ થયો હતો.

થોડાજ સમયમાં બીજો બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો પ્રથમ બ્લાસ્ટ કરતાં પણ વધુ ભયંકર હતો. જેનું વાઇબ્રેશન ધરતી પર શિમલા સુધી અંદાજિત મુંબઈથી 1700 કિમી દૂર સુધી મહેસુસ થયું હતું. આ ધડાકાએ ભારતને નાગશાકી અને હિરોસીમા જેવા ધમાકાની તીવ્રતા મહેસુસ થઈ હતી. આ આગને કારણે સંપૂર્ણ વિક્ટોરિયા પોર્ટ પર ભારે જાનહાનિ તેમજ નુકશાન થયું હતું. તે સમયમાં અંદાજિત આકડા મુજબ 66 જેટલા ફાયરમેન તેમજ અંદાજિત 331 જેટલા અન્ય પોર્ટ સર્વિસમાં ફરજ બજાવતા અધિકારીનું મૃત્યુ થયું હતું. આ પોર્ટની આગને હોલવવા માટે 7 દિવસ જેટલી ભારે જેહમત ફાયર કર્મચારીઓને લગાવવી પડી હતી. આ પોર્ટને ફરીથી કાર્યરત થતા અંદાજિત 7 મહિના જેટલો સમય લાગ્યો હતો.

પાછળથી આ ઘટનાની તપાસ કરતાં જાણવા મળતું કે, અમુક નાની ક્ષતિઓ (ભૂલો)ના કારણે આવડી મોટી દુર્ઘટના થઈ હતી. આ વિસ્ફોટક જહાજ ઉપર લાલ ઝંડો ફરકાવવા આવ્યો ન હતો. જેના કારણે આજૂબાજૂના જહાજ તેમજ કર્મચારીઓને જાણ ન થઈ. 48 કલાકમાં વિસ્ફોટક પદાર્થો ઉતારવા જોઈએ જહાજ ડોક થયા પછી, પરંતુ આ નિયમનું પાલન ન કરાયું. સૌ પ્રથમ વિસ્ફોટક પદાર્થો ઉતારવા જોઈએ પછી અન્ય સમાન આ બાબતનું પણ ધ્યાન ન રખાયું. જેથી સામાન્ય ક્ષતિના કારણે આવી મોટી દુર્ઘટના થવા પામી હતી.

આવી દુર્ઘટના ન થાય તેમજ આપણા રાષ્ટ્રમાં ફાયર સેફટી અંગેની જાગૃતતા ફેલાય તે અંતર્ગત ભારતીય ગૃહ મંત્રાલયે આ 14 એપ્રિલ દિવસને ફાયર વીક (ફાયર સપ્તાહ) તરીકે ઉજવવામાં આવે તેવી જાહેરાત કરી હતી. આ વીક અઠવાડિયામાં ફાયર સેફટી તેમજ સ્વ બચાવની અલગ અલગ પદ્ધતિઓ વિષે શાળા, કોલેજો, હોસ્પિટલોમાં લોકોને માહિતી આપવામાં આવે છે. તેમજ બેઝિક ફાયરના સાધનો કરી રીતના ઓપરેટ કરવા તેની માહિતી આપવામાં આવે છે. જેનાથી મુશ્કેલીના સમયમાં લોકો ગભરાયા વગર પોતાનો જીવ તેમજ માલ સામાનને પ્રાયમરી ધોરણે થતું નુકશાન અટકાવી શકે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم