Sunday, April 2, 2023

ભચાઉના લોધેશ્વર પાસે ત્રણ દિવસથી કૂવામાં ખાબકેલા શ્વાનનું ફાયર ટીમે રેસ્ક્યૂ કર્યું, એકને કરડતા હોસ્પિટલ ખસેડાયો | The fire team rescued a dog that had eaten in a well for three days near Lodheshwar in Bhachau, one was bitten and shifted to hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • The Fire Team Rescued A Dog That Had Eaten In A Well For Three Days Near Lodheshwar In Bhachau, One Was Bitten And Shifted To Hospital.

કચ્છ (ભુજ )29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભચાઉ અને તાલુકા વિસ્તારમાં તાકીદના સમયે ખડેપગે ફરજ બજાવતા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આજે કૂવામાં ખબકેલા એક શ્વાનનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર લાવી બચાવી લેવામાં આવ્યું હતું. ભચાઉ નગરથી 5 કિલોમીટર દૂર લોધેશ્વર મંદિર પાસેના 50 થી 60 ફૂટ ઊંડા અવાવરું કૂવામાં છેલ્લા ત્રણેક દિવસથી પડેલા એક શ્વાને મહામહેનતે રેસ્ક્યુ કરી ફાયર ટીમે બચાવી લીધું હતું. જોકે બચાવ કામગીરી દરમિયાન સહયોગમાં ઉતરેલા એક સ્થાનિક વ્યક્તિને કૂવામાં રહેલા સ્વાને ગાળાના ભાગે બચકું ભરી લેતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો મુજબ નગરથી દૂર લોધેશ્વર વિસ્તારમાં બે ત્રણ દિવસથી ખાલી પડેલા કૂવામાં એક શ્વાનપડી ગયો હતો. જેની જાણ સુધરાઈને કરવામાં આવતા ફાયર ટીમના પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર ફાયર ફાઈટરના વાહન સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જ્યાં પ્રથમ કૂવામાં દોરડું નાખી બાદમાં મોટી સીડી 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતારી હતી. શ્વાનને બચાવવા સીડી મારફતે કૂવામાં ઉતરેલા ફાયરકર્મી સાથે એક સ્થાનિકના વ્યક્તિ પણ જોડાયા હતા. જોકે આ સમયે ડરી ગયેલા શ્વાને સ્થાનિક વ્યક્તિને ગળાના ભાગે બચકું ભરી લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમ છતાં ફાયરના મુખ્યકર્મીએ જાતે કૂવામાં ઉતરી શ્વાનના પગમાં દોરડાનો ગાળીયો પહેરાવી બાંધી લીધો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ શ્વાનને સલામત રીતે બહાર કાઢી છોડી મૂક્યું હતું. ઉલેખનિય છે કે આ પૂર્વે પણ ભચાઉ ફાયર ટીમ દ્વારા અનેક પશુપક્ષીને જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.