સાબરકાંઠા (હિંમતનગર)37 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખેડબ્રહ્મા શહેરના ચાપલપુર વિતારમાં રવિવારે બે આખલાઓએ સામસામે યુદ્ધ કરતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. પાલિકા દ્વારા લગાવવામાં આવેલા વીજપોલની ડીપીને પણ તોડી નાખી હતી. જોકે સદનસીબે વીજ પ્રવાહ બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી.

ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. રવિવારે સવારે ચાપલપુર વિસ્તારમાં બે આખલાઓએ આતંક મચાવ્યો હતો અને બજાર વચ્ચે તોફાને ચઢેલા બે આખલાઓને કારણે આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.

બે આખલાઓ વચ્ચેની લડાઈના કારણે રસ્તા ઉપર પાલિકા દ્વારા લગાવેલા વીજ પોલ પરની ડીપીને પણ આખલાઓની લડાઇમાં નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે વીજ પ્રવાહ બંધ હોવાથી કોઈ જાન હાની થઇ ન હતી. પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગ કરી છે.

અવાર નવાર બનતી આવી ઘટનાઓને કારણે રસ્તે જતા રાહદારીઓને પણ ઈજાઓ થતી હોય છે. રાત્રીના સમયે શાકભાજી તથા અન્ય ખાદ્ય ચીજોનો વેપાર કરતા વેપારીઓ ધારા જાહેર માર્ગો પર કચરો નાખવામાં આવે છે અને જે કચરો ખાવા માટે રખડતા ઢોર આવે છે. જેને કારણે મોટી સંખ્યામાં ઢોર એકઠા થાય છે. જેથી પાલિકા દ્વારા કચરો વેપારીઓ સામે સખત કાર્યવાહી કારમાં આવે તેવી સ્થાનીકોમાં માગ ઉઠી છે.