જામનગર ફાયરબ્રિગેડમાં ફાયર જવાનો દ્વારા દિવંગત ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી | Firefighters in Jamnagar Fire Brigade paid tribute to deceased firemen | Times Of Ahmedabad

જામનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા કચેરીમાં ફાયર બ્રિગેડના પટાંગણમાં આજે ફાયર ડે મનાવવામાં આવ્યો હતો.મુંબઈ ડોકયાર્ડમાં 1944માં 14 એપ્રિલના રોજ શિપમાં લાગેલી આગ બુઝાવવા ગયેલા 44 ફાયરબ્રિગેડના જવાનોના મોત નિપજ્યા હતા. જેઓની યાદમાં 1965થી દર વર્ષે 14 એપ્રિલના રોજ ફાયર ડે મનાવવામાં આવે છે.

મુંબઈના વિકટોરિયા ડોકયાર્ડમાં 1944માં 14 એપ્રિલના રોજ એક જહાજમાં વિકરાળ આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડના 66 જવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક જવાનો ઘાયલ પણ થયા હતા. આ દિવસની યાદમાં દેશમાં 1965થી દર વર્ષે 14 એપ્રિલે ફાયર ડે તરીકે મનાવવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ફાયર ઓફીસર બિશ્નોઇ, ડીએમસી ભાવેશ જાની, ફાયરના ઉચ્ચ અધિકારી અને સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post