પાડોશમાં રહેતી પાંચ વર્ષની બાળકીને ઘરે લાવી હવનકુંડ પાસે બેસાડી, માતા તેડવા આવી તો તેની સાથે ઝપાઝપી કરી છેડતી કરી | A five-year-old girl who lived in the neighborhood was brought home and made to sit near the Havankund, when the mother came to visit her, she tussled with her and molested her. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Five year old Girl Who Lived In The Neighborhood Was Brought Home And Made To Sit Near The Havankund, When The Mother Came To Visit Her, She Tussled With Her And Molested Her.

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચના તવરા ગામે એક સોસાયટીમાં પરપ્રાંતીય તાંત્રિકે બાજુમાં રહેતી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી ઘરમાં હવનકુંડ નજીક બેસાડી દીધી હતી. માતા બાળકીને લેવા જતા તેની સાથે ઝપાઝપી કરી છેડતી કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

તવરાની એક સોસાયટીમાં પાડોશમાં એક મહિલા સાથે રહેતો પરપ્રાંતીય તાંત્રિક શિવદયાલ શ્રીવાસ્તવ શુક્રવારે 5 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. પોતાના ઘરે બાળકીને લઈ ગયા બાદ માતાએ શોધખોળ આરંભી હતી. તાંત્રિકના ઘરેથી દીકરીનો અવાજ આવતા માતાએ આગળનો દરવાજો ખખડાવવા છતાં તાંત્રિકે ખોલ્યો ન હતો. ભારે બુમરાણ મચાવતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા.

પાછળના દરવાજે માતા ઘરમાં ઘૂસતા બાળકી હવનકુંડ નજીક ગભરાયેલી અવસ્થામાં રડી રહી હતી. માતા દીકરીને લેવા જતા તાંત્રિકે ઝપાઝપી અને છેડતી કરી હતી. જે અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાંત્રિક અને તેની સાથે રહેતી મહિલા સામે ગુનો નોંધ્યો છે. તાંત્રિક સામે અગાઉ પણ છેડતીનો ગુનો નોંધાયો છે.

જોકે પોલીસની ધરપકડ અને સવાલોથી બચવા પોતાને મૂંઢમાર વાગ્યો હોવાનું ગાણું ગાઇ તાંત્રિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી થઈ ગયો છે. પોલીસની પૂછપરછમાં જ તાંત્રિકે બાળકીનું કેમ અપહરણ કર્યું હતું અને કેવી વિધિ કરવાનો હતો તેનો ખુલાસો થઈ શકશે. જોકે તાંત્રિકના ઘરને પણ લઈ આ વિવાદ છેડાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

أحدث أقدم