Friday, April 14, 2023

ફોઈના દીકરાએ ઝેરી દવા પીવડાવી ગળેટૂંપો દઈ લટકાવી દીધી, અન્ય સાથે પ્રેમસંબંધની શંકામાં હત્યા | Foe's son poisoned, strangled, murdered on suspicion of affair with others | Times Of Ahmedabad

સુરત3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરત જિલ્લાના કડોદ રોડ પર આવેલ મોરી ઉછરેલ ગામની સીમમાંથી ગૌચરની જમીનમાં 20 વર્ષીય યુવતીની ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસ તપાસ દરમિયાન આત્મહત્યા નહીં પરંતુ હત્યા કર્યાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. હત્યારો કોઈ અન્ય નહીં પરંતુ યુવતીનો સગા ફોઈનો દિકરો જ હોવાનું સામે આવ્યું છે. સગા ફોઈના દીકરાએ જ યુવતીને ઝેરી દવા પીવડાવી ગળેટુંપો આપી લટકાવી હતી. છેલ્લા 4 વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, પણ અન્ય સાથે પ્રેમ હોવાની શંકામાં હત્યા કરી હતી.

યુવતી ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી

માંડવી તાલુકાના પુના ગામે મોટા ફળિયામાં રહેતી ઉર્વશી નવીનભાઈ ચૌધરી ( ઉ.વ.20 ) કે જે ખેડબ્રહ્મા ખાતે હોસ્ટેલમાં રહેતી હતી અને બી.એડના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. રાજ્યની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયતર ક્લાર્કની પરીક્ષા માટે તેણી ગત છટ્ટી તારીખે પુણા ગામ આવી હતી. અને બીજા દિવસે સવારે બસમાં બેસી પરીક્ષા આપવા માટે સુરત જવા માટે ગઈ હતી. પરંતુ મોડી સાંજે બારડોલી તાલુકાના મોરી ઉછરેલ ગામની સીમમાં આવેલ ગૌચરની જમીનમાં યુવતી ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જે હાલતમાં યુવતી મળી હતી. તે આધારે પોલીસે હત્યા કરાયાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. હત્યારો કોઈ અન્ય નહીં પરંતુ યુવતીના સગા ફોઈનો દિકરો પ્રફૂલકુમાર જશવંતભાઈ ચૌધરી નીકળ્યો હતો.

અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બધાંયા હોવાની શંકા હતી

મળતી માહિતી મુજબ મરનાર યુવતીના તેના સગી ફોઈના છોકરા સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બાદમાં તેણી ખેડબ્રહ્મા હોસ્ટેલમાં રહેવા જતા ત્યાં પણ તેના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બધાંયા હોવાની શંકામાં ફોઈના દીકરાએ ઉર્વશીને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યું હતું. ઉર્વશી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવી હતી. ત્યારે ફોઈના દીકરા સાથે તાપી નદીમાં કિનારે મળવા ગઈ હતી.

ઝેરી દવા પીવડાવ્યા બાદ ટુંપો દીધો

ઉર્વશીને ખાંસી હોવાથી ફોઈના દીકરા પ્રફુલ પાસે દવા મંગાવી હતી. પ્રિ-પ્લાન મુજબ ફોઈના દીકરાએ ખાંસીની દવાની બોટલમાં ઘાસ મારવાની ઝેરી દવા ઉમેરી હતી અને ઉર્વશીને વિશ્વાસમાં લઈ પીવડાવી હતી. બાદમાં ઉર્વશી બેભાન હાલતમાં આવતા તેના ફોઈના દીકરાએ તેને ગળે ટૂંકો આપી ઝાડ પર લટકાવી હતી. જેથી કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા સાબિત થાય પણ સુરત જિલ્લા LCB પોલીસે CCTV ફૂટેજ તેમજ ઝીણવટભરી તપાસ કરી હત્યારા ફોઈના દીકરાને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.