સતત ચોથા દિવસે ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર મેઘો વરસ્યો; સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી | For the fourth consecutive day, torrential rains with thunder and thunderstorms; A cold wave prevailed in the entire diocese | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • For The Fourth Consecutive Day, Torrential Rains With Thunder And Thunderstorms; A Cold Wave Prevailed In The Entire Diocese

ડાંગ (આહવા)6 કલાક પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જે બપોર બાદ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ જઈ 3:30 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ઝરમરિયો વરસાદ શરૂ થયો હતો. જે બાદ ઢળતી સાંજ સુધીમાં ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.

વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોદમાર વરસાદ વરસતા અહીંનું વાતાવરણ આહલાદક બન્યું હતું. જ્યારે તળેટીના માલેગામ, શામગાહન, જાખાના, ગલકુંડ, પાંડવા, ચીંચલી, ડોન વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડતા ખેતી પાકોમાં ભારે નુકસાન થવા સાથે પશુઓનો ઘાસચારો બગડી જતા પશુપાલકોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી. હાલ ખેડૂતો વિવિધ શાકભાજી તેમજ તૈયાર ડુંગળીના પાકને વ્યાપક નુકસાન જશે તેમ ખેડૂત તરફથી વિગતો મળી હતી.

અન્ય સમાચારો પણ છે…