આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત વિદેશી ડેલિગેટ્સ ભુજના સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા | Foreign delegates visit Smritivan in Bhuj as part of Disaster Management Working Group meeting | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભુજ સ્મૃતિવનની મુલાકાત અનુંસધાને જી-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા કચ્છી શાલ પેહરાવીને સભ્યોનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના સ્મૃતિવન ખાતે મહેમાનોનું જોડિયા પાવા, ઘડો ઘમેલો, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રતિનિધિશઓએ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.

ભુજ એરપોર્ટ ખાતે જિલ્લા કલેકટર દિલીપ રાણા, ભુજ પ્રાંત અતિરાગ ચપલોત, અંજાર પ્રાંત મેહુલ દેસાઈ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓએ ભુજીયા ડુંગરના સાનિધ્યમાં સ્થિત સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરીની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે યોજાયેલી G20 સમિટ દરમિયાન પધારેલા વિવિધ દેશના પ્રતિનિધિઓએ પણ સ્મૃતિવનની ખાસ મુલાકાત યોજી કચ્છ ભૂંકપ પુનઃવશન સહિતના પાયા નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم