- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- Former Veteran Cricketer Given A Dignified Final Farewell In Jamnagar, Young Players Including Ex cricketer Ajay Jadeja Joined The Funeral
જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું આજે 88 વર્ષની વયે જામનગરમાં નિધન થતા ક્રિકેટ રસીકોમાં શોકનો માહોલ છવાયો છે. સલીમ દુરાની આજે સુપર્દે એ ખાક થયા હતા. જામનગરમાં તેમના જનાજામાં પૂર્વ ક્રિકેટર અજય જાડેજા સહિતના અનેક રણજી ક્રિકેટરો અને યુવા ક્રિકેટરો જોડાયા હતા.

પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું આજે સવાર નિધન થયા બાદ સાંજે 5 વાગ્યે જામનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી જનાજો નીકળ્યો હતો. જેમાં જામનગરમાં રહેતા તેમના પરિવારજનો, મિત્રો, રણજી ક્રિકેટરો જોડાયા હતા.

પ્રેક્ષકોની ફરમાઈશ પર સિક્સર ફટકારવાની જેની ઓળખ હતી એવા સલીમ દુરાનીના નશ્વર દેહના અંતિમ દર્શન માટે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ કબ્રસ્તાન પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નામદાર મહારાજા જામ સાહેબ દ્વારા સલીમ દુરાની માટે ખાસ કબર ઉપર ચડાવવા ચાદર મોકલાવી હતી અને જામ સાહેબના પાંચથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના આગેવાનો ચંદ્રશેખર બક્ષી, વિનુભાઈ ધ્રુવ, વામનભાઈ જાની,જયપાલસિંહ જાડેજા, વિનુભાઈ ગુસાણી, મહેન્દ્રસિંહ ચૌહાણ, જીતેશભાઈ ભટ્ટ સહિતના જામનગરના આગેવાનો સલીમ દુરાનીના જનાજામાં જોડાયા હતા.

