વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં પ્રેમ લગ્નનો ખાર રાખી ચાર ઇસમોએ માર માર્યો; પોલીસે ગુનો નોંધી તપાસ કરી | Four Isamos thrashed in the outskirts of Gundakhda village in Vankaner, keeping a love marriage khar; Police registered a case and investigated | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Four Isamos Thrashed In The Outskirts Of Gundakhda Village In Vankaner, Keeping A Love Marriage Khar; Police Registered A Case And Investigated

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

વાંકાનેરમાં ગુંદાખડા ગામની સીમમાં પ્રેમલગ્નનો ખાર રાખીને ચાર ઇસમોએ પ્રૌઢને ઢોર માર મારી ઈજા કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે બનાવ મામલે પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વાંકાનેરના ગુંદાખડા ગામના રહેવાસી મુકેશ અમરશીભાઈ ચાવડાએ આરોપી ગેલા સગરામભાઇ સાપરા, લગધીર સગરામભાઇ સાપરા, સુખા સાપરા અને નવઘણ સાપરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમના પુત્ર રાહુલે આરોપી ગેલાની દીકરી ભારતી સાથે તારીખ 08/12/2022ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. જેને પગલે તેમને ગેલાના પરિવાર સાથે મન દુ:ખ ચાલતું હતું.

જેમાં ગુંદાખડા ગામેથી મુકેશ મોટર સાઇકલમાં તેમના માતા અને ભાઈની સાથે સવાર થઈને મહીકા ગામે તેમના માતાની દવા લેવા જતા હતા. એ સમયે બપોરના સાડા ત્રણ વાગ્યે વડથારાના કાંઠે આવતા આરોપી ગેલા તથા લખધીર તથા સુખાએ અટકાવ્યા હતા અને અવરોધ કરી અને તેમને નીચે પછાડી દીધા હતા. ધોકો લઈને આવેલા ગેલાએ મુકેશભાઇને માર મારી કહ્યું હતું કે, ‘સાઇડમાં આવ તારે મારી દીકરી પાછી આપવાની છે.’ તેમ કહી બાજુમાં ગેલાએ પોતાની વાડીએ લઈ જઇને ગાળો આપી ‘ગમે તેમ થાય તારી અમારી દીકરી ભારતીને પાછી આપવાની થાય છે’ તેમ કહ્યું હતું.

જેથી મુકેશએ ગેલા પાસે થોડો સમય માગતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલતા હતા. એ સમયે આરોપી નવઘણ પણ ત્યાં આવી ગયો હતો. આરોપી નવઘણ અને સુખાએ મુકેશને પકડી રાખ્યો અને ગેલાએ ધોકાથી તથા લખધીરે લોખંડના પાઇપથી મુકેશને બન્ને પગમાં આડેધડ ઘા માર્યા હતા. મુકેશને ગંભીર ઈજા પહોંચાડી હતી, તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم