છકડો રિક્ષાને કારે અડફેટે લેતા ચાર મજૂરોને ઈજા, પગપાળા જતા મહિલાએ સિવીલમાં દમ તોડ્યો, સોનાના ચેઇનની ચિલઝડપ આરોપી ફરાર | Four laborers were injured when a car ran over a rickshaw, a woman on foot died in a civil accident, the accused who stole a gold chain is absconding. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Four Laborers Were Injured When A Car Ran Over A Rickshaw, A Woman On Foot Died In A Civil Accident, The Accused Who Stole A Gold Chain Is Absconding.

રાજકોટ7 કલાક પહેલા

  • કૉપી લિંક

ત્રણ દિવસ પહેલા રાજકોટ-ભાવનગર હાઇવે પર રાજસમઢીયાળા ગામ નજીક રાત્રીના છકડો રિક્ષાને પાછળથી ફોરવ્હીલરના ચાલકે ઠોકરે લેતાં છકડામાં બેઠેલા ચાર મજૂરોને ઇજાઓ થઇ હતી. જે પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. હાલ લીલી સાજડીયાળી રહેતાં કમલેશ વતનસિંગ મણીયાર, કેસરસિંગ રણછોડભાઇ માલિવાડ, ભલા કાલસિંગ બારૈયા તથા શૈલેષ ગોપાલભાઇ રાતે 11 વાગ્યે સાઇટ પરથી મજૂરી પતાવી છકડામાં બેસી લીલી સાજડીયાળી ગામે રૂમ તરફ જતાં હતાં ત્યારે રાજસમઢીયાળા ગામ પાસે પહોંચતા પાછળથી GJ-25 AA 1002 નંબર કારચાલકે છકડાને ઠોકરે ચડાવતાં ચારેયને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માાત સર્જી ભાગી ગયેલા વાહનની નંબર પ્લેટ નીકળી જતાં ઘાયલ થયેલા મજૂરો આ પ્લેટ સાથે લઇને હોસ્પ્ટિલે આવ્યા હતા. સારવાર દરમિયાન કેસરીસિંગ માલિવાડનું મોત નીપજ્યું છે.

સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા
રાજકોટ શહેરનાં ગંજીવાડા શેરી નં-8માં રહેતાં શાંતુબેન મોમભાઇ ડાભી (ઉ.વ.38) ગઈકાલે સાંજે કાળીપાટ રહેતાં પોતાના સગામાં થતાં બે મહિલા તથા ત્રણ દીકરીઓ અને બે યુવાન સાથે કાળીપાટથી ખોખડદળ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા પગપાળા જઇ રહ્યા હતાં. બધા ખોખડદળ નજીક પહોંચ્યા ત્યારે અજાણ્યુ વાહન શાંતુબેનને ઠોકરે લઇ ભાગી ગયું હતું. જેના કારણે શાંતુબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ, સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. શાંતુબેનના પતિને ચાની કેબીન છે સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ખુલ્લેઆમ સોનાના ચેઈનની ચીલઝડપ​​​​​​​
રાજકોટના વતની શોભનાબેન સુધીરભાઇ સોઢા (ઉ.વ.52) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે તેમના પતિ સાથે એક્ટિવામાં બેસી સ્ટર્લિંગ હોસ્પિટલ સામે મરચુ દળાવા માટે ગયેલ હતા. બાદમાં આઠ વાગ્યાની આસપાસ મરચુ દળાવીને એક્ટીવામાં બેસીને પરત ઘરે જવા માટે નીકળેલ હતા ત્યારે શિતલ પાર્ક મેઇન રોડ પર પોલિસ વાહન ટોઇંગ સ્ટેશનથી આગળ આવેલ વળાંક પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બાઇકમાં ઘસી આવેલા અજાણ્યાં બાઈકચાલકે તેને ગાળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી ફરાર થઇ ગયો હતો. જેની પાછળ બાઇક દોડાવી હતી પણ તે શખ્સ નાસી છૂટતાં સોનાનો ચેઇન રૂ.30 હજારની ઝોંટ મારી નાસી છૂટનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

8 મહિનામાં 16 બાઈકની ચોરી કરી​​​​​​​ ​​​​​​​
રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાજકોટના પેડક રોડ પરના શ્યામજી કૃષ્ણ વર્મા બગીચા પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ બુલેટ પાસે ઉભા હોવાની બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બાઇક અંગે પોકેટકોપ એપ દ્વારા તપાસ કરી. તપાસ કરતાં બાઈક ચોરીનું હોવાનું માલુમ પડ્યુ. ત્યારબાદ પોલીસે કિશન ઉર્ફે અનિલ ઉર્ફે બકાલી વિજય જમોડ (ઉ.વ.20), મહેશ ઉર્ફે ગોકી મનસુખ સંકળિયા (ઉ.વ.19),અને અજય રમેશ કુનતિયા (ઉ.વ.22) ને ઝડપી પાડી પૂછપરછ કરી. તેઓએ બુલેટ દોઢ મહિના પહેલા સંતકબીર રોડ આર્યનગરમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં ત્રિપુટીએ છેલ્લા આઠ માસની અંદર અમદાવાદ, વાંકાનેર ,ગ્રીનલેન્ડ ચોકડી રેસકોર્સ અને અવધના ઢાળીયા પાસેથી 16 જેટલી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાઇક ચોરી કરનાર ત્રિપુટી રાજકોટ તેમજ અન્ય શહેરોમાં ભીડભાડવાળી જગ્યા પર પાર્કિંગમાં રહેલ બાઇક ચોરી કરી પોતાના ઘરે લઇ જઇ થોડો સમય ચલાવી ઓછી કિંમતમાં બાઇક વેંચી મળેલા રૂપિયા મોજશોખમાં વાપરી ફરીથી પોતાના ગામડેથી બાઇક ચોરવા રાત્રીના સમયે આવી હેન્ડલ લોક ન મારેલ હોય તેવા બાઇક ડાયરેકટ કરી ચોરી કરતાં હતાં.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم