No results found

    FRC ના ચેરમેનની નિમણૂક ના થતા 2 વર્ષથી ફી મંજૂર નથી થઈ, કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવા માગ | Fees not sanctioned for 2 years after appointment of FRC chairman, demand for placement of parent body in committee | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ છે. વાલી મંડળે માંગ કરી છે કે, અમદાવાદ ઝોનના ચેરમેનની નિમણૂક કરવામાં અને કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવામાં આવે.

    સ્કૂલોની ફી મંજૂર કરી ન્યાય અપાવો: વાલી મંડળ
    ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, FRCમાં છેલ્લા દોઢ વર્ષથી ચેરમેનની નિમણૂક થઈ નથી. વર્ષ 2022 અને 2023 બંને વર્ષની ફી મંજૂર થઈ નથી, જેના કારણે ગુજરાતની સ્કૂલો જૂના વર્ષ પ્રમાણે તથા અમુક 25 ટકા ઉમેરીને ફી વાલીઓ પાસે ઉઘરાવે છે. FRCની કમિટી નવી બનાવીને બે વર્ષની ફી તમામ સ્કૂલોની મંજૂર કરી અને વાલીઓને ન્યાય આપવો જોઈએ.

    ફરિયાદ માટે વાલીઓને ગાંધીનગરના ધકા
    અમદાવાદ FRC ઝોનની ઓફીસ અગાઉ અમદાવાદ ખાતે હતી, જે ગાંધીનગર સ્થિત લઈ જવામાં આવી છે. હજારો વાલીઓની ફરિયાદ હોય તો ગાંધીનગર સુધી જવું પડે છે. જેથી અમદાવાદ ખાતે ઓફિસનું સ્થળાંતર કરવું જોઈએ. અમદાવાદ વાલીમંડળની એક ઓફિસ અમદાવાદ ડિસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસ ખાતે ફાળવવામાં આવે જેથી વાલીઓને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો વાલી મંડળને તથા DEOને કરી શકે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال