Saturday, April 1, 2023

ભાન્ડુ હાઇવે રોડ પર બે બાઇક અથડાતા એકને ગંભીર ઇજા; ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું બાઇક ચોરાયું | Two bikes collide on Bhandu Highway Road, one critically injured; A bike parked in an open space was stolen | Times Of Ahmedabad

વિસનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિસનગરના ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક બે બાઇક અથડાતા એક બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ ઇજાઓ પહોંચતા બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બીજો બાઇક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતાં બાઇક ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ટક્કર મારી અજાણ્યો બાઇક ચાલક ફરાર…
ઊંઝા તાલુકાના નવાપૂરા ગામના ગોવિંદ પરમાર તેમનું બાઇક લઈ ચરાડા ગામે ગયો હતો. તે ચરાડા ગામથી પરત નવાપૂરા ફરી રહ્યો હતો. ત્યારે ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ નજીક એક અન્ય અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતાં ગોવિંદ નીચે પટકાયો હતો. જેમાં નીચે પડી જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટક્કર મારી અજાણ્યો બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. આમ ટક્કર મારી ઇજાઓ પહોંચાડનાર અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગોવિંદના ભાઈ મણીલાલ પરમારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું બાઇક ચોરાયું…
વિસનગર તાલુકાના કાંસા ગામનો વિપુલ પટેલ ગત તારીખ 20/03/2023ના રોજ બાઇક લઈ બપોરના સમયે વિસનગર ડેપોમાં આવેલા ડેપોની સામે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી ડેપોમાં ગયો હતો. જ્યાં પાંચ મિનિટ રહી પરત આવતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક મળી આવ્યું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરતા પણ મળી ન આવતા આ અંગે ઓનલાઇન એફ.આઇ.આર નોંધાવી હતી. જે બાઇક કિંમત રૂ. 45,000નું ચોરી થતા ઓનલાઇન ફરિયાદને આધારે વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.