ક્રિષ્ના સાર્વજનિક હોસ્પિટલમાં મફત સર્વ રોગ નિદાન કેમ્પ; જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા રાહતદરે બોડી ચેકઅપ કેમ્પ | Free All Disease Diagnosis Camp at Krishna Public Hospital; Body checkup camp at concessional rates by Giants People Foundation | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તે રવિવારે મહાકાલ સેના દ્વારા પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તો પીપલોદી પાસેની કૃષ્ણ સાર્વજનિક હોસ્પિટલમાં મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. હિંમતનગરમાં જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા રાહતદરે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

સાબરકાંઠા મહાકાલ સેના દ્વારા પક્ષીઓને અસહ્ય ગરમીમાં સરળતાથી પાણી મળે તે હેતુથી પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે રવિવારે સવારથી બપોર દરમિયાન પાણીના 2200 કુંડા મહાકાલ સેનાના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને શહેરીજનોને આપ્યા હતા.

હિંમતનગરના પીપલોદી પાસે આવેલી ક્રિષ્ના સાર્વજનિક હોસ્પિટલમાં રવિવારે લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડિવાઈન-સાબરકાંઠા ચેરીટેલ ટ્રસ્ટના સહયોગથી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 456 દર્દીઓનું ફ્રી ચેકઅપ સારવાર કરી દવા આપવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં હિંમતનગર તાલુકાના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ, સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ નાનુ પટેલ, લાયન્સ પ્રમુખ પી.પી. નાયી, ડીસ્ટ્રક્ટ ચેરમેન લાયન બ્રિજેશ પટેલ, લાયન મોહન નાયી તથા હિંમતનગર શહેરના પ્રતિષ્ઠિત તબીબોની ટીમ ઉપસ્થિત રહી હતી.

હિંમતનગરમાં એસટી બસ સ્ટેન્ડ સામે હેલ્થકેર ખાતે રવિવારે હિંમતનગર જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન દ્વારા રાહતદરે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં 150થી વધુ વડીલો અને યુવાનોએ પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. રાહતદરે બોડી ચેકઅપ કરાવ્યું હતું. આ બોડી ચેકઅપ કેમ્પમાં હિંમતનગર જાયન્ટ્સની ટીમ પ્રમુખ જયંત જોશી, ઉપપ્રમુખ પી.જે. મહેતા, હિરેન ભટ્ટ, મંત્રી નિગમ જોશી, સહમંત્રી નિશાન ઉપાધ્યાય, ખજાનચી મહેશ ભટ્ટ તથા જાયન્ટ્સના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો જાયન્ટ્સ સહિયર ગ્રુપની બહેનો પ્રો. રીટા જોશી, સોનલ મહેતા, શિલ્પા જોશી, રાજેશ્રી ત્રિવેદી, રૂપાલી ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم